RCEPમાંથી બહાર રહેવું દેશહિતમાં મોટો નિર્ણય - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

RCEPમાંથી બહાર રહેવું દેશહિતમાં મોટો નિર્ણય

રત સહિત 16 દેશના ઉભરતા સંગઠન RCEP (રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ)ના સંમેલનમાં સમજૂતીમાંથી બહાર નીકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે આને એ આધાર પર પોતાની જીત ગણાવી છે કે તે આ સમજૂતીની વિરુદ્ધ હતી. રાજકારણમાં શ્રેય લેવાની હોડ ચાલતી રહે છે પણ આ મોદીનું દ્રઢ-પ્રતિજ્ઞ હોવું નહીં કહેવાય, કેમ કે બે દિવસ પહેલાં જ તેમણે આની સફળતા માટે પોતાની શુભેચ્છા પાઠવી હતી. ભારતનો શક્તિશાળી મિત્ર દેશ જાપાન પણ ભારતને સામેલ થવા આગ્રહ કરી રહ્યો હતો. RCEP સમજૂતીની શરૂઆત યુપીએ-2ના કાર્યકાળમાં 2012માં કરાઇ હતી. સમજૂતીમાં ભારત ન જોડાતાં હવે તેમાં આસિઆનના 10 દેશ સહિત ચીન, જાપાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને વિયેતનામ રહેશે. ભારત આ સમજૂતી કરત તો દેશ ચાઇનીઝ પ્રોડક્ટ્સથી ભરાઇ જાત. સાથે જ ઓસ્ટ્રેલિયા સસ્તા કૃષિ ઉત્પાદનોથી અને ન્યૂઝીલેન્ડ ડેરી પ્રોડક્ટ્સથી ભારતીય ખેડૂતોની કમર તોડી નાખત. મોદીનો આ નિર્ણય સાહસિક અને નિ:સ્વાર્થ એટલા માટે પણ છે કે તેઓ એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યા છે. ભારત RCEPમાં ન હોવાથી ચીન આ સંગઠનનું એકછત્ર નેતા બની જશે. આજની સ્થિતિમાં ચીન સાથે ભારતની ખોટ સર્વાધિક 53.5 અબજ ડોલરની છે, આસિઆન સાથે 21.8 અબજની, દક્ષિણ કોરિયા સાથે 12.1 અબજની, ઓસ્ટ્રેલિયા સાથે 9.6 અબજની, જાપાન સાથે 7.9 અબજ અને ન્યૂઝીલેન્ડ સાથે 0.2 અબજની. બીજું, ચીનથી એ ડર પણ હતો કે તે અન્ય દેશોના રસ્તે પોતાની પ્રોડક્ટ્સ ભારતમાં ડમ્પ કરવા લાગ્યું હોત પણ આપણે આ સમજૂતીમાંથી બહાર હોવાની મૂળ મજબૂરી પણ સમજવી પડશે. શા માટે આપણી પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારમાં ટકી શકતી નથી? શા માટે ભારત ખેતીપ્રધાન હોવા છતાં ઓસ્ટ્રેલિયા આપણને સસ્તા ઘઉં પૂરા પાડે છે અને શા માટે ગાય આપણી માતા હોવા છતાં ન્યૂઝીલેન્ડ આપણને ચોથા ભાગના ભાવે દૂધ પૂરું પાડવા સક્ષમ છે? દેશમાં પુષ્કળ અનાજ અને દૂધ થાય છે પણ ઊંચી પડતરના કારણે વૈશ્વિક બજારમાં વેચવાલાયક નથી? પડતર જેટલી જલદી ઓછી કરીશું તેટલી ઝડપથી આપણો માલ દુનિયામાં વેચી શકીશું અને આપણી શરતો પર ભારતનું ગ્રાહક બજાર ખોલી શકીશું.

ભા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2JTb1B2
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here