
અમેરિકા | કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેના નવા અભ્યાસ મુજબ જો તમે દરરોજ ગાઢ ઊંઘ લો છો તો તમારી 30 ટકા ચિંતા ઘટી જાય છે. સવારે ફ્રેશ અનુભવ કરો છો અને તમારા વિચારવાની શક્તિ જળવાઇ રહે છે. આમ તો હાલમાં 7 કરોડ અમેરિકી (તેમાં 4 કરોડ પુખ્ત છે) સ્લીપ ડિસઓર્ડરનો શિકાર છે. યુસી બર્કલેના શોધકર્તાને જણાયું કે ચિંતાગ્રસ્ત મગજને શાંત અને રીસેટ કરવા માટે સૌથી ગાઢ ઊંઘની જરૂર હોય છે. તેને નોન-રેપિડ આઇ મૂવમેન્ટ (NREM) સ્લો-વેવ સ્લીપ તરીકે પણ જાણવામાં આવે છે. યુસી બર્કલેમાં તંત્રિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના નિષ્ણાત, લેખક અને પ્રોફેસર મેથ્યુ વોકરનું કહેવું છે કે ગાઢ ઊંઘથી શરીર અને મગજ સંપૂર્ણપણે શાંત રહી રિલેક્સ રહે છે, ગાઢ ઊંઘ મગજમાં કનેક્શનોને પુન: વ્યવસ્થિત કરીને રાતભરમાં ચિંતાને ઓછી કરી દે છે. સરળ શબદોમાં કહી શકીએ છીએ કે ગાઢ ઊંંઘ શરીર અને મગજનું રિપેરિંગ કરી દે છે. આવી ઊંઘ માટે ખાણી-પીણીની સાથે જીવનશૈલી બદલવી પડશે. નેચર હ્યુમન બિહેવિયર નામના જર્નલમાં આ જ સપ્તાહમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટ મુજબ 4 કરોડ એમેરિકી પુખ્ત લોકો અને બાળકો ઊંઘ ન આવવાનો શિકાર છે. યુસી બર્કલેમાં સેન્ટર ફોર હ્યુમન સ્લીપ સાયન્સે કહ્યું કે તેમના સંશોધનકર્તાઓની ટીમે તેમાં 18 યુવાઓના મગજને સ્કેન કર્યું હતું. આ યુવા ઊંઘને મિસ કરીને રાત્રે વીડિયો જોતા હતા. જે લાગણીશીલ રીતે મગજમાં હલચલ મચાવી દે છે. ઊંઘવાનો સમય વીતી ગયા પછી તેઓ ઊંઘવાની કોશીશ અને દિવસમાં નોકરી કરતા હતા. તેમના બ્રેન સ્કેનિંગની સાથે દરેક સત્ર પછી તેમની ચિંતાનું સ્તર માપવામાં આવ્યું હતું. તેમાં એક રાતમાં ઊંઘ ન આવ્યા પછી બ્રેન સ્કેનિંગમાં સરેરાશ દરજ્જાનું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ( આપણા મગજનો આગળનો ભાગ જે ક્રિએટીવિટી, વિચારવા-સમજવાનું કામ કરે છે)નું બંધ હોવાનું જણાયું. તે સામાન્યરીતે આપણી ચિંતાને નિયંત્રિત રાખવામાં મદદરૂપ કરે છે. જ્યારે મગજનું લાગણીશીલ કેન્દ્ર બહુ સક્રિય હતું. ઊંઘ વિના આ બિલકુલ એવું હોય છે જેમ કે તમે બ્રેક વગરના વોકરમાં ચાલી રહ્યા છો, જેને નિયંત્રિત કરવાનું મુશ્કેલ હોય છે. પછીના ટેસ્ટમાં આ યુવાઓને ગાઢ ઊંઘમાં સુવડાવવામાં આવ્યા અને સવારે મગજના તંરગોને ઇલેક્ટ્રોડથી માપવામાં આવ્આ પરિણામમાં તેમની ચિંતાના સ્તરમાં બહુ ઘટાડો જોવા મળ્યો.


goodnewsnetwork.org
ઇન્ટરેસ્ટિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36Do7Mr
via
IFTTT
No comments:
Post a Comment