
આ ઇંગ્લેન્ડ નથી, જેણે 1952ના ‘ગ્રેટ સ્મોગ ઓફ લંડન’ દરમિયાન ચાર દિવસમાં 4000 મોતપછી કોલસા સર્જિત આગના દરેક પ્રકાર પર જ પ્રતિબંધો મૂકી દીધા હતા. કારખાના અને રલવે એન્જિન પણ બંધ કરી દીધા. ગાડીઓથી નીકળતા ધુમાડાંને બદલ દંડ વસુલાવા માંડ્યો. પછી દૂરગામી પ્રયાસ થયા-1956માં ‘સ્વચ્છ હવા કાયદો’ બનાવાયો. કડક દૂરગામી ઉપાય હવે લંડનની ઓળખ છે. આજે ત્યાંની મોટી હસ્તીઓ લંડન ટ્યૂબ ટ્રેનમાં પ્રવાસ કરે છે. વીક ડેઝમાં કાર બહાર કાઢવા પર 12 પાઉન્ડ જેટલો દંડ ભરવો પડે છે. મોટો પાર્કિંગ ચાર્જ અલગથી. આપણે દિલ્હીમાં બનેલી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં એવી સ્થિતિ ક્યારે પણ આવે જ નહીં, તેના માટે કશું જ વિચરતા નથી. ચૂંટણી સામે છે. વિચારે કોણ? કરતા દેખાવા જોઇએ. ઓડ-ઇવનથી લઇ સ્કૂલોમાં માસ્ક વહેંચવા સુધી. માર્ગો પર પાણીના છંટકાવથી લઇ 20 ટકા સુધી પ્રદૂષણ ઘટવાના પોસ્ટર સુધી, સરકરા ઘણુ બધુ કરતી દેખાય છે.
દિલ્હીના કાલંદી કુંજમાં છઠ પૂજા દરમિયાન નજરે પડેલી યમુનાની એ ભયાનક તસવીરો જોઇને પણે દશ-પ્રદેશની સરકારો ‘બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે’ના ભાવમાં વિભોર છે. તો તેમને ક્યારે ‘બધુ અસમાન્ય છે’નો અહેસાસ થશે? યમુનામાં 19 નાળા ગંદુ પાણી છોડે છે, જેમાં માત્ર ટકા પાણી જ સેવેજ ટ્રિટમેન્ટ પછી નાંખવામાં આવે છે. 500 લીટર ઓદ્યોગિક કચરો દરરોજ તેમાં ફેંકવામાં આવે છે.કડક પગલાં અને નિર્ણયોથી તેને અટકવવા જોઇતુ હતું. મોદી સરકારના ગંગા પ્રોજેક્ટથી સારી-સાર્થક યોજના સાથે દિલ્હી સરકાર સત્તામાં આવી હતી. જે રાજકારણની હોડમાં બંને નદીઓને સાફ કરી શકી નથી. દિલ્હીનું હવા-પાણી ઠીક કરવા માટે મેટ્રોમેન એ શ્રીધરન બાદ હવે લંડનના ચીફ એન્જિનિયર જોસેફ જેવા કોઇ વ્યક્તિની જરૂર છે. જોસેફે થેમ્સ નદીને સાફ કરવા માટે 1958માં જમીનની અંદર 134 કિલોમીટરની સેવેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી. નદીની સાથે-સાથે માર્ગ અને ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા. આજે 150 વર્ષો બાદ પણ તે ઉપયોગી છે. દૂરગામી ઉપાય. જે આપણી સરકારો ક્યોરય નહીં કરે. ચૂંટાયા પછીથી જે ચૂંટણીને ધ્યાનમાં રાખે છે.
સુર્ખિયો સે આગે
જો


રેસિડેન્ટ એડિટર, દૈનિક ભાસ્કર, ઈન્દોર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34wJjSu
via IFTTT
No comments:
Post a Comment