
પાકિસ્તાનના નિર્દેશથી વિધ્વંસકારી શક્તિઓ એવા દરેક પ્રયાસ કરશે, જેનાથી કાશ્મીરની સ્થિતિ સામાન્ય થાય જ નહીં. ભારતીય સુરક્ષા દળોને આતંકનું કેન્દ્ર બનેલી ઈકો સિસ્ટમના જુદા જુદા માળખાને નષ્ટ કરવામાં મળેલી વ્યાપક સફળતાના કારણે આતંકીઓ પાસે કાશ્મીરની સ્થિતિ અસામાન્ય છે, એવું દર્શાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. જો સ્થાનિક વિરોધના નામે કશું ના થયું તો આતંકીઓ અને અલગતાવાદીઓની પ્રાસંગિકતા ઝડપથી ખતમ થવા લાગશે. સફરજન, પ્રવાસન અને મોબાઈલ સેવા જ એ ત્રણ ક્ષેત્ર છે, જ્યાં આતંકીઓ પાસે શોષણની થોડી તક છે. સફરજનનું શું મહત્ત્વ છે? તે કાશ્મીરનો સૌથી લાભદાયી પાક છે અને તેની નિકાસથી સ્થાનિક અર્થતંત્રને ભારે ફાયદો થાય છે. હું 2011માં રાજ્ય સરકારને આપેલી સલાહ યાદ કરવા ઈચ્છું છું. એ સલાહ કાશ્મીરમાં સફરજનનું મહત્તમ ઉત્પાદન કરવા માટે સુરક્ષિત વાતાવરણ તેમજ વાડીઓ પર ધ્યાન આપવા સંબંધિત હતી. અમારું અનુમાન હતું કે, ત્રણ વર્ષના વિરોધ પછી આ વખતે કાશ્મીરથી મોકલાતા સફરજનથી મળનારા રૂ. ત્રણ હજાર કરોડના કારણે લોકોના ખિસ્સામાં થોડા પૈસા આવશે. લોકોના ખિસ્સામાં પૈસા હોય છે ત્યારે તેઓ રસ્તા પર આવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા થોડા ખચકાય છે. જ્યાં સુધી સરકારનું દેખરેખ તંત્ર એ સુનિશ્ચિત કરતું રહેશે કે, આ પૈસામાંથી કેટલાક ખોટા હાથમાં નથી જઈ રહ્યા, ત્યાં સુધી શાંતિ રહેશે. કાશ્મીરી સફરજન વિવિધ રાજ્યોમાં ના મળે, તો ગરબડ કરનારા માટે એવું બતાવવાની તક હોય છે કે તેમના ફરમાનનો અમલ થઈ રહ્યો છે. આતંકીઓના હુકમનો અમલ થઈ રહ્યો છે એ જોનારા સફરજનની વાડીઓના માલિકો, રાત્રે કામ કરતા અન્ય રાજ્યોના મજૂરો અને ત્યાં આવતા-જતા હજારો ટ્રક ડ્રાઈવર હોઈ શકે છે.
શાંતિ સ્થાપવા માટે પ્રવાસનની ભૂમિકા મહત્ત્વની છે. જો આતંક અને રસ્તા પર પ્રદર્શનની ઈકો સિસ્ટમને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાંખવામાં આવે તો પ્રવાસન ઝડપથી વધશે. કારણ કે, આવી બાબતો પ્રજા લાંબા સમય સુધી યાદ નથી રાખતી. આતંકીઓ અને અલગતાવાદીઓએ કાશ્મીરમાં પ્રવાસીઓને ભાગ્યે જ નિશાન બનાવ્યા છે કારણ કે, તેઓ જાણે છે કે રોજી-રોટી પર હુમલો પ્રજા સહન નહીં કરે. જોકે, આ ગરબડ કરનારા તત્ત્વોની કોઈ ચોક્કસ વ્યૂહરચના ના હોય અને તેમને પોતાના લક્ષ્યાંકની પ્રકૃતિ વિશે પૂરતી જાણકારી ના હોય, તો આ નીતિમાં પરિવર્તન આવી શકે છે. આ સ્થિતિમાં તેઓ પ્રવાસીઓને આસાન નિશાન બનાવીને પ્રજાને જબરદસ્તીથી ભારત વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે. હાલ એવા અહેવાલ છે કે, કાશ્મીરમાં કેટલાક લોકો અલગતાવાદની ભાવના વ્યક્ત કરવા સ્થિતિ સામાન્ય થયા પછી ઉપલબ્ધ સુવિધાઓનો બહિષ્કાર કરીને એક પ્રકારનો સત્યાગ્રહ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સ્કૂલ છે. સ્કૂલો ઘણાં સમયથી શરૂ થઈ હોવા છતાં લોકો સંતાનોને ત્યાં મોકલતા નથી. શિક્ષણ જ એ ક્ષેત્ર હતું, જ્યાં સૌથી પહેલા પ્રતિબંધો હટાવાયા હતા. એટલું જ નહીં, રોજિંદો વેપાર કરતા વેપારીઓ થોડા કલાકો માટે જ દુકાન ખોલે છે, જે આ સ્વઘોષિત પ્રતિબંધથી જ પ્રભાવિત છે. આ પહેલાના કોઈ વિરોધથી વધુ ગંભીર સંકેત આપે છે. આ વિરોધ કોઈ નેતૃત્વ દ્વારા ઉશ્કેરવામાં આવે તો હિંસામાં પરિવર્તિત થઈ શકે છે. સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે, અહીં કોઈ જ નેતૃત્વ ના મળે અને ના તો મોટી હિંસા માટે કોઈ જ પ્રકારનું સમર્થન ભેગું કરવા મોબાઈલ ઈન્ટરનેટ જેવી સેવા લોકોને મળે. આમ કરવાથી હિંસાની આશંકા પૂરી નથી થઈ જતી. આશ્ચર્યજનક વાત એ છે કે, અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિવેદનોમાં સંચાર અને અભિવ્યક્તિના હકને આધાર બનાવીને મોબાઈલ સેવાને મૂળભૂત માનવાધિકાર ગણાવાયો છે.
એ સાચું કે આજના સમયમાં મોબાઈલ અનેક લોકો માટે વેપારનું માધ્યમ છે અને તે શરૂ થવાથી તેની રોજી પર ખતરો ઊભો થયો છે. સરકાર દ્વારા લાગુ તમામ પ્રતિબંધોમાં મોબાઈલ સેવા જ એવું ક્ષેત્ર હતું, જેણે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચ્યું અને આ મુદ્દે સરકારની ટીકા પણ થઈ. જોકે, સરકાર પાસે તેમના પ્રતિબંધો વાજબી ઠેરવવાના અનેક કારણ છે. આતંકીઓ અને અલગતાવાદીઓએ અનેકવાર લોકોને ભેગા કરવા અને કાવતરાને અંજામ આપવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક ઉદાહરણ છે. રસપ્રદ વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેનો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો. મોબાઈલ સેવા પર આધારિત અભિયાન ચલાવીને કાશ્મીરીઓને અલગતાવાદ માટે ઉશ્કેરવાની પાકિસ્તાનની ક્ષમતાનો ઉલ્લેખ કર્યા વિના આ બાબત અધૂરી છે.
જોકે, સંચાર સેવા પર નિયંત્રણને યોગ્ય ઠેરવવાના તમામ કારણો છતાં, જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. વિદેશી પ્રિન્ટ મીડિયાને છોડી દઈએ તો આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધી ભારતના પ્રયાસ સફળ રહ્યા છે. આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે સંભાળવાની વડાપ્રધાનની ક્ષમતા પ્રભાવી રહી છે, પરંતુ નારાજગીનો અવાજ ઝડપથી ઊભરશે અને જે દેખાઈ રહ્યું છે, તેમાં પણ ઝડપથી પરિવર્તન આવશે. આપણે તેના પર પહેલેથી જ પગલું લઈને કાશ્મીરની પ્રજા સાથે સીધો સંવાદ કરીને આ ખતરાને ફાયદામાં બદલી નાંખવો જોઈએ. જનસભાઓ અને સેમિનારના માધ્યમથી પ્રજા સાથે સીધો સંવાદ કરવો જોઈએ. સેનાના જાણીતા સદભાવના કાર્યક્રમને નાગરિક અવતારમાં બદલીને સ્વીકાર્ય બનાવવાની જરૂર છે.
કા
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન
કાશ્મીરમાં સેનાની 15મી કોરના પૂર્વ કમાન્ડર
atahasnain@gmail.com
સંદર્ભ |ખીણમાં આતંકની વાપસીથી સ્પષ્ટ છે કે, સરકારના પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ હવે નીતિ બદલવાની જરૂર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CexVi0
via IFTTT
No comments:
Post a Comment