
આગોતરા આયોજનની વિગતો આપતા જિલ્લાના વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, ‘મહા’ વાવાઝોડાની આગાહીના સંદર્ભે દરેક પ્રાંત અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. જરૂરિયાતની સ્થિતિમાં અમદાવાદ જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર 079-27560511 પર સંપર્ક કરી શકાશે. સાથો-સાથ બેકઅપ સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેલ્ટા સ્કવોડ પોલીસ તંત્ર દ્વારા તહેનાત રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સાયક્લોનની ઇફેક્ટ સૌરાષ્ટ્રમાં વધારે રહેવાની શક્યતા છે. છતાં વરસાદની આગાહીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વાસણા બેરેજનું વોટર લેવલ પણ 137 ફૂટ રાખવામાં આવ્યું છે. આ માટે વાસણા ડેમ અને બેરેજના સંબંધિતોને પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, NDRFની ટીમો પણ ગઇકાલે આવી ગઇ છે.
અનુસંધાન પાના નં-3
બરવાળા તાલુકામાં NDRFની 1 ટીમ તહેનાત કરવામાં આવી
‘મહા’ વાવાઝોડું બે દિવસ ગુજરાતમાં ત્રાટકવાની આગાહીના પગલે બરવાળા તાલુકાના ગામડાંઓની સ્થિતિને ધ્યાનમાં લઇ બરવાળા વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ તાલુકાના કુંડળગામે સ્વામિનારાયણ મંદિર ખાતે તા.6 નવેમ્બરના રોજ વહેલી સવારથી લોકોને આ આફતના બચાવની કામગીરીના ભાગરૂપે ખડેપગે તૈયાર કરી દેવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36GF88A
via IFTTT
No comments:
Post a Comment