દહિયાના જણાવ્યા અનુસાર દિલ્હીની મહિલા લીનુ સિંઘે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા એક યુવક સાથે લગ્ન કર્યાં બાદ દિકરીનો જન્મ થયો હોવાનું કહ્યું. જો કે વધુ વિગતો હાલ જાહેર નહીં કરતાં બાદમાં તેઓ આ અંગે તમામ બાબતો જાહેર કરશે તેમ જણાવ્યું હતું. આ તરફ દિલ્હીની યુવતીનો સંપર્ક થઇ શક્યો ન હતો.
ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસના કાગળો લઇને દહિયા ગુરુવારે સચિવાલયમાં આવ્યા હતા. સામાન્ય વહિવટ વિભાગમાં તેમણે પોલિસ તરફથી મળેલા અહેવાલની નકલ જમા કરાવીને પોતાની સામે થયેલા આરોપો પાયાવિહોણા હોવાથી તેમનું સસ્પેન્સન રદ્દ કરવામાં આવે તેવી અરજી કરી છે.
અગાઉ મહિલાએ આરોપ મુક્યા બાદ સરકારે ત્રણ મહિલા આઇએએસ અધિકારી સહિતની એક સમિતિ રચીને તપાસ સોંપી હતી. તપાસ અહેવાલમાં અધિકારીઓએ દહિયા કસૂરવાર હોવાનું ઠેરવતાં તેમને ચૌદ ઓગસ્ટે મુખ્યમંત્રીએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. ત્રણ મહિનાની આ અવધિ પૂર્ણ થતાં ઓક્ટોબર 22ના દિવસે સરકારે તેમને ફરીથી ત્રણ માસની મુદ્દત માટે સસ્પેન્ડ કર્યા હતા. મહિલા સાથે ચર્ચા કરીને અને પછી સસ્પેન્શન રદ્દ કરવા અંગેનો નિર્ણય લેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qAPlCS
via IFTTT
No comments:
Post a Comment