
એલ્સાના પાત્રને અવાજ આપશે...
‘ફ્રોઝન 2’ના તમિલ વર્ઝનમાં શ્રુતિ હસન
હોલિવૂડની એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ના તમિલ વર્ઝનમાં એક્ટ્રેસ શ્રુતિ હસન લીડ કેરેક્ટર એલ્સાને અવાજ આપશે. શ્રુતિએ આ વાતની માહિતી શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. તેના સિવાય આ ફિલ્મના તેલુગુ વર્ઝનમાં એક્ટ્રેસ નિથ્યા મેનન, એલ્સાના પાત્રને અવાજ આપશે જ્યારે હિન્દી વર્ઝનમાં પ્રિયંકા ચોપરા આ પાત્રને અવાજ આપશે. તેની સાથે પરિણીતિ ચોપરા પણ આનાના કેરેક્ટરનો અવાજ ડબ કરશે.
16મી નવેમ્બરના આવશે દિવ્યાનો વીડિયો સોન્ગ, એકદમ નવા અંદાજમાં દેખાશે
‘ટ્રોલિંગ આ સમાજની એક વાસ્તવિકતા છે, જેનાથી ભાગી નથી શકાતું. તેને લઈને આપણે હકારાત્મક થવું પડશે સાથે જ ટ્રોલર્સને દયાભાવથી પણ જોવાની જરૂર છે.’ આવું કહેવું છે એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીનું જેણે હાલમાં એક કાર્યક્રમમાં ટ્રોલિંગ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરી.
‘અમારા પર કમેન્ટ કરીને ગુસ્સો ઉતારે છે ટ્રોલર્સ’
અદિતિ મુજબ, ‘ટ્રોલર્સ પોતાના જીવનમાં કદાચ અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે અથવા પોતાના પર શરમસાર હોય છે એટલે તે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરીને ગુસ્સો વ્યક્ત કરે છે. મારા મત મુજબ આપણે એક જ કામ કરી શકીએ છીએ કે તેમને દયાભાવથી જોઇએ અને તેમના જલ્દી તંદુરસ્ત થવાની અપેક્ષા કરીએ. હું સ્વયં ટ્રોલર્સના જલ્દી તંદુરસ્ત થવાની પ્રાર્થના કરું છું.’
ગુલશન કુમાર અને ટી-સીરીઝે શુક્રવારે પોતાના નવા પ્રોજેક્ટની એનાઉન્સમેન્ટ કરી. આ વીડિયો સોન્ગનું નામ ‘યાદ પિયા કી આને લગી’ છે જેનું પોસ્ટર મેકર્સે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યુ. પોસ્ટરમાં દિવ્યા ખોસલા કુમાર એકદમ નવા અંદાજમાં દેખાઈ રહી છે. આ વીડિયો તેના પર જ ફિલ્માવવામાં આવ્યો છે. આ ગીત એક ફ્યૂચરિસ્ટિક લવ સ્ટોરીની ચારેય તરફ વણાયેલું છે. આ ગીતને જાનીએ લખ્યું છે અને તેને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યુ છે. નેહા કક્કડના અવાજમાં ગાયેલું આ ગીત 16મી નવેમ્બરના રિલીઝ થશે.
એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા સૈફે લાઇફ વિશે વાત કરતા કરી વાઇફ અમૃતાની પ્રશંસા...
અમૃતાએ જ મને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું: સૈફ અલી ખાન
સૈફ અલી ખાને એક કાર્યક્રમમાં પહેલી પત્ની અમૃતા સિંહની ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે અમૃતાએ તેને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું. સૈફે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરી. જાણો તેણે શું કહ્યું...
‘હું ઘરેથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. હું અમૃતા (સિંહ) મારી પહેલી પત્નીને આ વાતનો શ્રેય આપું છું કે તે એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે આ બધા (કામ/શો-બિઝનેસ)ને ગંભીરતાથી લેતા શીખવાડ્યું. તેણે મને કહ્યું હતું કે જો લક્ષ્ય પર હસવું આવશે તો ક્યારેય તેને હાંસલ નહીં કરી શકાય. તેના પછી મને ‘પરમ્પરા’ (ડેબ્યૂ ફિલ્મ) મળી. યશ ચોપરાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 1994માં રિલીઝ થઈ હતી. તેમાં સુનીલ દત્ત, વિનોદ ખન્ના, આમિર ખાન અને રવીના ટંડન પણ અગત્યની ભૂમિકામાં હતા.’
‘દોસ્તાના 2’ માટે અમૃતસર પહોંચી જ્હાન્વી
bollywood glamour
અમૃતાની સલાહ હતી, ‘સ્વયં પર વિશ્વાસ રાખો’
‘જ્યારે મને ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ મળી, તો હું મારા પાત્રને લઈને દુવિધામાં હતો. મને સમજાતું ન હતું કે તેને કેવી રીતે નિભાવું. આ દરમિયાન હું બધાને એવું પૂછતો ફરતો હતો કે ફિલ્મમાં સમીરનો રોલ કેવી રીતે કરવો જોઈએ. ત્યાં સુધી કે આમિર ખાને પણ મને તેને લઈને સલાહ આપી હતી. તેણે કહ્યું કે હું શા માટે બધાને આ વિશે પૂછી રહ્યો છું. તેની જગ્યાએ મારે તેને પોતાની રીતે કરવો જોઈએ. મેં તેની સલાહ માની અને સમીર આધુનિક સિનેમાના સૌથી પસંદીદા પાત્રોમાંથી એક બની ગયો.
2004માં થયા હતા ડિવોર્સ
સૈફે 1991માં 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન થયા. 2004માં તેમના ડિવોર્સ થઈ ગયા. 2012માં સૈફે 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા. બંનેનો એક દીકરો (તૈમૂર અલી ખાન) છે.
શરૂ કરી નવી ફિલ્મ...
જ્હાન્વી કપૂરે પંજાબના અમૃતસરમાં ‘દોસ્તાના 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ અમૃતસર પછી ચંડીગઢ અને ત્યારબાદ દિલ્હીમાં થશે. હાલમાં જ્હાન્વી અમૃતસર સ્થિત ‘સ્વર્ણ મંદિર’ પહોંચી જ્યાં તેણે આ ફિલ્મ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે તેની સાથે ફિલ્મના ડાયરેક્ટર કોલિન ડી. કુન્હા પણ હાજર હતા. કરણ જોહરના બેનર હેઠળ બનનારી આ ફિલ્મમાં જ્હાન્વીની સાથે કાર્તિક આર્યન પણ જોવા મળશે. તેમજ આ ફિલ્મથી એક્ટર લક્ષ્ય ડેબ્યૂ કરશે.
રાનીને મળ્યો મોસ્ટ ઇન્ફ્લૂએન્શિઅલ સિનેમા પર્સનાલિટીનો એવોર્ડ
રાજકોટ, શનિવાર, 9 નવેમ્બર, 2019
એક્ટ્રેસ રાની મુખર્જીને સાઉથ-ઇસ્ટ એશિયાની મોસ્ટ ઇન્ફ્લૂએન્શિયલ સિનેમા પર્સનાલિટીનો એવોર્ડ મળ્યો છે. તેને આ એવોર્ડ ફિલ્મ ‘હિચકી’માં તેના કામ માટે આપવામાં આવ્યો જેણે વર્લ્ડ વાઇડ 250 કરોડ રૂપિયા કમાયા હતા. આ વિશે રાનીએ સિંગાપુરથી કહ્યું, ‘આ મારા માટે ખૂબ જ ખાસ પળ છે. આ મને વધુ શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરિત કરે છે.’
અમર કૌશિક સાથે કામ કરવા ઈચ્છું છું: વરુણ
ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’એ અમર કૌશિકને સારી પ્રસિદ્ધિ આપી છે. હાલમાં તેની નવી ફિલ્મ ‘બાલા’ રિલીઝ થઈ છે જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન એક્ટર વરુણ ધવને તેમની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું, ‘એક નિર્દેશક તરીકે મને અમર (કૌશિક) પસંદ છે. હું ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા ઈચ્છું છું. મારું માનવું છે કે ‘બાલા’નું ટ્રેલર એકદમ અનોખું છે અને આયુષ્યમાનની તો વાત જ કંઈ અલગ છે.’
3 મહિના અમેરિકામાં વિતાવ્યા પછી ઘરે પરત ફરી હુમા કુરૈસી
હુમા કુરૈશી ટૂંક સમયમાં જૈક સ્નાઇડરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘આર્મી ઑફ ધ ડેડ’માં દેખાશે. હુમાને ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ માટે 3 મહિના અમેરિકામાં રહેવાનું હતું. અમેરિકામાં 3 મહિના વિતાવ્યા બાદ હવે તે દિલ્હી પરત આવી ગઈ છે. તેના વિશે વાત કરતા હુમાએ કહ્યું, ‘અમેરિકામાં શૂટ કરવું ખૂબ જ મજેદાર હતું અને મને ઘણુ શીખવા મળ્યું પરંતુ મને ઘરની ખૂબ યાદ આવી રહી હતી. હવે હું પોતાના પેરેન્ટ્સને મળવા ઈચ્છું છું જેમને મેં 6 મહિનાથી નથી જોયા.’
મમૂટીની ફિલ્મ માટે ફેને બદલી લગ્નની તારીખ
મલયાલી સુપરસ્ટાર મમૂટીની અપકમિંગ ફિલ્મ ‘મમનગમ’ 21મી નવેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે કેરળના એક ફેને પોતાના લગ્નની તારીખ જ બદલી નાખી છે. કેરળના ઉત્તરી પરવુરમાં રહેતા મમૂટીના ફેન મેમનના લગ્નની તારીખ 21મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. જ્યારે મેમનને જાણવા મળ્યું કે મમૂટીની ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થઈ રહી છે તો તેણે પોતાના લગ્નની તારીખ બદલવાનો નિર્ણય કર્યો. મેમને 30 ઓક્ટોબરના જ લગ્ન કરી લીધા અને હવે વાઇફ સાથે આ ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોશે.
| 17
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qAldYj
via IFTTT
No comments:
Post a Comment