જામનગરમાં એસટીની થતી ભરતી પ્રક્રિયામાં ઉપયોગી ફર્સ્ટ એઇડ તાલીમનું કોકડું ગૂંચવાયું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

જામનગરમાં એસટીની થતી ભરતી પ્રક્રિયામાં ઉપયોગી ફર્સ્ટ એઇડ તાલીમનું કોકડું ગૂંચવાયું

જામનગરમાં એસટી ભરતી પ્રક્રિયામાં ઉપયોગી ફર્સ્ટ એઇડ તાલીમનું કોકડું ગૂંચવાયું છે.કારણ કે,ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઓફીસને તાળા મારી તાલીમ બંધની સૂચનાથી ઉમેદવારોને ધક્કા થઇ રહ્યા છે.બીજી બાજુ સંસ્થા દ્વારા તાલીમ આપનાર તજજ્ઞ વધુ સમય ફાળવી શકે તેમ નથી માટે અરજી સ્વીકારવાનું બંધ કરાયાનું જણાવાયું છે.

એસટીમાં ભરતી માટે ઉપયોગી પ્રાથમિક સારવાર તાલીમનું આયોજન જામનગરમાં નેશનલ હાઇસ્કુલમાં આવેલી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટની ઓફીસમાં કર્યું છે. પરંતુ એકાએક તાલીમ મુલત્વી રાખી ઓફિસને તાળા મારી તાલીમ બંધની અનેે નવી તાલીમ માટે દિવસ 4 પછી તપાસ કરવાની સૂચનાથી ઉમેદવારોમાં દેકારો બોલી ગયો હતો. તાલીમ માટે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સંસ્થાએ રૂ. 750ની પહોંચ આપી હતી.સંસ્થાએ તાલીમ આપનાર તજજ્ઞ વધુ સમય ફાળવી શકે તેમ ન હોય નવી અરજી સ્વીકારવાનુ બંધ કરવામાં આવ્યાનું જણાવ્યું છે.જેના કારણે ઉમેદવારો જાયે તો જાયે કહા ની સ્થિતિમાં મૂકાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pTaUyr
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here