મહા વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તંત્ર એલર્ટ થઇ ગયું હતું.સમુદ્રમાં રહેલ તમામ માચ્છીમારોને પણ પરત બોલાવી લેવાઇ હતી.વાવાઝોડુ ત્રાટકવાના ભયનાલીધે કલેક્ટરે સમુદ્ર કિનારે તેમજ બિચ પર પ્રયર્ટકોને જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું.પરંતુ હાલ વાવાઝોડાનો દ્વારકા પરથી ખતરો ટળતા પ્રતિબંધ હટાવી લેવાયો છે.આજથી પર્યટકો દ્વારકાના બિચ તેમજ સમુદ્ર કીનારે આરામથી જઇ શક્શે.જો કે,હાલ એલર્ટને લઇ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા બેટદ્વારકા ફેરીબોટ સર્વિસને ચાલુ કરાઇ નથી.વાતાવરણ સામાન્ય થતા પુન: બેટદ્વારકા ફેરીબોટ સર્વિસ ચાલુ કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NuefNz
via IFTTT
No comments:
Post a Comment