
અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સર્જાવવાના કારણે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર પણ સાબદુ બની ગયુ હતુ. મહા વાવાઝોડાના કારણે કોઇ અઘટિત બનાવ ન બને તે માટે જિલ્લાભરના તમામ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી હતી. પોરબંદર નજીક આવતુ હોવાના કારણે તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર માટે આશ્રય સ્થાનો પણ નકકી કરી દેવામાં આવ્યા હતા અને આશ્રય સ્થાનો પર ખોરાક સહિતની સામગ્રીઓ પહોંચતી કરી દેવામાં આવી હતી તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા નેસ વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા લોકોને પણ રૂબરૂ મળી સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 1 થી 12 તારીખ સુધીની પ્રસૂતા મહિલાઓની યાદી તૈયાર કરી આરોગ્ય વિભાગને પણ પ્રસૂતા મહિલાઓને સુરક્ષિત સ્થળો પ્રાથમિક, સામુહિક સહિત સરકારી હોસ્પીટલોમાં રીફર કરવા અંગેની સુચના આપી દેવામાં આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા પણ શીપ અને હેલીકોપ્ટરથી દરિયામાં પેટ્રોલીંગ કરી કોઇ માછીમાર ભાઇઓ મુશ્કેલીમાં નથી તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવી હતી. અને વાવાઝોડા સામે કોસ્ટગાર્ડ સહિત તમામ વિભાગની ટીમ તૈનાત રહી હતી. એનડીઆરએફની ટીમે પણ પોરબંદરમાં ધામા નાખ્યા હતા. પરંતુ દિવથી 70 કીમી દૂર દરિયામાં વાવાઝોડુ શાંત પડી ગયુ હતુ જેના કારણે તમામે રાહતનો શ્વાસ લીધો હતો. દરિયામાં પ્રતિ કલાકે 50 થી 60 કીમી ઝડપે પવના ફૂકાયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WVbUhM
via
IFTTT
No comments:
Post a Comment