સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુથી વધુ 3ના મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુથી વધુ 3ના મોત

મોંરબીમાં હાલ મચ્છર જન્ય બીમારીએ માઝા મૂકી હોય તેમ ઠેરઠેર તાવ શરદી ઉધરસ તેમજ ડેન્ગ્યૂ નાં શન્કાસ્પદ કેસનું પ્રમાણ વધી રહ્યું છે. અને તેના કારણે મોતના બનાવ સામે આવી રહ્યા છે. વાંકાનેરમાં એક યુવકની તબિયત લથડતા તેનો ડેન્ગ્યુ રિપોર્ટ કરતા રિપોર્ટમાં શંકાસ્પદ ડેન્ગ્યૂ સામે આવ્યો હતો જે બાદ તેની સારવાર ચાલતી હતી જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હજુ આ ઘટનાનાં બે દિવસ જેટલો સમય પણ થયો હશે ત્યાં વધુ એક શન્કાસ્પદ ડેન્ગ્યુ નાં કારણે મોત થયાનું સામે આવ્યું છે. આ વખતે મોરબીમાં માત્ર 8 વર્ષની બાળકીનો ભોગ લેવાયો છે. મળતી માહિતી મુજબ મોરબીના રુષભનગર વિસ્તારમાં રહેતા એક પરીવારની 8 વર્ષની બાળકીની તબિયત લથડતા પ્રાથમીક સારવાર આપી હતી જોકે તેના શરીરનાં લક્ષણ જોતા ડેન્ગ્યુ નાં લક્ષણ જોવા મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી સારવાર દરમીયાન મગજમાં તાવ અને આચકી પણ ઉપડતા ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડી હતી.જોકે સારવાર કારગત ન નિવળતા તેંનું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને જસદણના તાલુકા હેલ્થ ઓફિસર સુનિલકુમાર ચૌધરીની પુત્રી સમીક્ષા (ઉ.વ.20)ધોરણ-12 પાસ કરી આગળનો અભ્યાસ કરતી હતી. પરંતુ તેને ગત રવિવારે તાવની અસર થઈ જતા રાજકોટની જીનેસીસ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનો ડેન્ગ્યુંનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર ચાલુ કરી હતી. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2PYt3FY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here