
આજે માદામ રોલા અને મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેનો જન્મદિવસ અને કથાકારોના કથાકાર ડોંગરે મહારાજની પુણ્યતિથિ છે. મુંબઈ પાસે ગઉદેવીમાં જન્મેલા પુરુષોત્તમ અનુસ્નાતક અને વિનયન કાયદામાં સ્નાતક થયા. સાહિત્યિક વર્તુળોમાં પુ.લ તરીકે પ્રસિદ્ધ થયેલા મરાઠી ભાષાના આ સાહિત્યકારનું નાટક, ફિલ્મ, સંગીત વગેરે ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન રહ્યું છે. હાસ્યલેખન ક્ષેત્રે પાંડુરંગ દેશપાંડેની વિશેષ ખ્યાતિ હતી. તેમણે કાન્હોજી આંગ્રે, નસ્તી ઉઠાવેવ, વંગચિત્રે, ભાગ્યવાન, પાચામુખી, એકા કોલિયાને, ભાવગંધ, ગાઠોડ, ખોગીર ભરતી, ગોલા બેરીજ, અપૂર્વાઈ, જાયે ત્યાચ્યા દેશા, ખિલ્લી ચિત્ર હો, પુરચુંડી આપલ કી, મૈત્ર, રસિક હો વગેરે પુસ્તકો લખ્યા છે. સ્વતંત્ર લેખન ઉપરાંત અનુવાદ, નાટક અને પટકથા લેખન, અભિનય અને ટેલીવિઝન તથા ફિલ્મ નિર્માણના ક્ષેત્રે પણ દેશપાંડેનું પ્રદાન રહ્યું છે .ટાગોરની ગીતાંજલિનો
તેઓએ મરાઠીમાં અભંગ ગીતાંજલિ નામે અનુવાદ કર્યો છે. તેમના સાહિત્ય સર્જનનું પદ્મશ્રી, મહારાષ્ટ્ર ગૌરવ, મહારાષ્ટ્ર ભૂષણ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સંગીત નાટક અકાદમી એવોર્ડ, પોસ્ટલ સ્ટેમ્પ, માનદ ડી.લિટ્ટ એમ અનેક રીતે સન્માન થયું છે. 12 જૂન 2000ના રોજ તેમનું અવસાન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32oINEM
via
IFTTT
No comments:
Post a Comment