હૈદરાબાદ ‌‌| હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં એક અખબારમાં ફોટો છપાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

હૈદરાબાદ ‌‌| હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં એક અખબારમાં ફોટો છપાયો

હૈદરાબાદ ‌‌| હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં એક અખબારમાં ફોટો છપાયો હતો, જેમાં એક બાળકી હાથમાં કટોરો લઈને ગુદીમલ્કાપુરની દેવલ જામસિંહ સરકારી સ્કૂલના એક કલાસરૂમની બહાર ઊભી રહીને ભોજનની રાહ જોતી હતી. તેનો ફોટો વાઇરલ થયા બાદ હવે તેને તે જ સ્કૂલમાં એડમિશન મળી ગયું છે. તેનું નામ દિવ્યા છે, તેના માતા-પિતા સફાઇ કર્મચારી છે. તેઓ કામ પર જાય તે પછી સરકારી સ્કૂલમાં જમવાનું મળવાની આશાએ તે ત્યાં પહોંચી જતી. અખબારમાં છપાયેલો દિવ્યાનો ફોટો એનજીઓ વર્કર વેંકટ રેડ્ડીના ધ્યાને પડતાં તેમણે તે પોતાના ફેસબુક અેકાઉન્ટ પર શૅર કરીને દિવ્યાની લાચારી વિશે લખ્યું. રેડ્ડીએ એનજીઓને વિનંતી કરી દિવ્યાનું તે જ સ્કૂલમાં એડમિશન કરાવ્યું. ત્યાર બાદ તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, ફાઈનલી દિવ્યાને સ્કૂલમાં એડમિશન મળી ગયું. હવે તેણે ક્લાસની બહાર ઊભા રહી ભોજનની રાહ નહીં જોવી પડે. તેને ભોજનની સાથોસાથ શિક્ષણ પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2X2ojjT
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here