જામનગરમાં લાલવાડી રોડ પાસેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું બાંધકામ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

જામનગરમાં લાલવાડી રોડ પાસેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું બાંધકામ


જામનગરમાં લાલવાડી રોડ પાસેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું બાંધકામ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ ખુદ રહેવાસીઓએ કરી તપાસ કરવા કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં બારી, દરવાજા, ઇલેકટ્રીક, નળ ફીટીંગ, લીફટમાં હલકી ગુણવતાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યાની ફરિયાદ કરી છે. શહેરમાં લાલવાડી-હાપા રોડ પર પટેલ સમાજ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા બનાવામાં આવેલા મકાનમાં રહેતા રહેવાસીઓએ મનપાના કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા મકાનોમાં હલકી ગુણવતાવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મકાનના બારી,દરવાજા,પ્લબરીંગ,ઇલેકટ્રોનીક કામ,લીફટ,ગરમપાણીના સોલાર ફીટ કરવામાં નબળી વસ્તુ વાપરવામાં આવી છે.સોસાયટીની ફરતે આવેલી બ્રાઉન્ડ્રીમાં સામેની બાજુએ દિવાલ બનાવામાં આવી નથી.બાલક્રીડાંગણમાં જે સાધનો ફીટ કરવામાં આવ્યા છે તે પણ નબળી ગુણવતાના છે. હલકા મટીરીયલ્સના કારણે દિવાલોમાં તીરાડો પડી ગઇ છે.આથી આવાસ યોજનાની કામગીરીની તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34DGuPp
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here