
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દ્વારકા, સોમનાથ, વેરાવળ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આમ છતાં હજુ 5મીએ વાવાઝોડાની ગતિ, દિશા નક્કી થયા પછી ગુજરાત પર કેવી અસર થઇ શકે તેવું કહીં શકાય. આમ પણ, ગુજરાત પર કોઇ ગંભીર અસર થાય તેવું જણાતું નથી. છતાં ભારે વરસાદની શક્યતા છે. તમામ કલેક્ટરને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.
એનડીઆરએફની ટીમ તૈયાર હોવાથી કોઇપણ પરિસ્થિતિ માટે તંત્ર તૈયાર હોવાનું જીએસડીએમએના સીઇઓ અનુરાધા મલે જણાવ્યું હતું.
ગોધરા-પોશીનામાં ભારે વરસાદ
વાવાઝોડાની અસરના પગલે ગોધરા અને પોશાનીમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેતરોમાં પાણી પાણી થઇ ગયા હતા.
વાવાઝોડાની અસરથી દરિયા કાંઠાના વિસ્તારોમાં 5 દિવસ વરસાદ થઈ શકે
ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ
મહા વાવાઝોડાની અસરથી આગામી પાંચ દિવસ વરસાદી માહોલ વચ્ચે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ વચ્ચે હળવો વરસાદ પડવાની શક્યતા છે. જો કે, 6થી 8 નવેમ્બર દરમિયાન ભારે પવન સાથે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારો અાણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરત ભરુચ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર,જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. જો કે હવામાન ખાતાએ ભારે વરસાદ કે વિનાશક અસરની આગાહી કરી નથી તેમ છતાં માછીમારોને સાવધ રહેવા તંત્રએ તાકીદ કરી છે. દરિયો ખેડવા ગયેલી બોટોને સમયસર પરત આવવા તાકીદ કરી દેવાઇ છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WFVXMi
via IFTTT
No comments:
Post a Comment