બોલતા ભાગતા સા ઈક પત્થર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 3, 2019

બોલતા ભાગતા સા ઈક પત્થર

બોલતા ભાગતા સા ઈક પત્થર

આદમી ક્યા ઈસી કો કહેતે હૈ?

હર ઘડી કશ-મ-કશ મેં રહતા હૈ

જિંદગી ક્યાં ઈસી કો કહેતે હૈ?

જિંદગી એટલે શું? કદાચ જિંદગીનો સૌથી મોટો સવાલ જ આ છે. દરેક માણસ પોતપોતાની રીતે તેનો જવાબ જાણે છે અને નથી પણ જાણતા. અજાણતા જ આ સવાલ મને કોઈએ પૂછી લીધો, અચાનક આવેલા સવાલના કારણે મને કોઈ મૌલિક જવાબ ના સૂઝ્યો. મેં કહ્યું કે, જુદી જુદી સ્થિતિમાં જિંદગીનો અર્થ બદલાતો રહે છે અને બદલવો પણ જોઈએ. મારા વિચાર પ્રમાણે, જિંદગી એટલે ફક્ત ખાવા માટે કમાણી કરવી એમ નહીં. જિંદગી તેનાથી થોડી વધુ છે. એ વખતે હું આમતેમ વાત કરીને છૂટી ગયો, પરંતુ મારા અંદર ધીમે ધીમે એ સવાલ મોટો થતો ગયો. તમે પણ ચોક્કસ ક્યારેક તો વિચાર્યું જ હશે કે, આખરે આ જિંદગીનો મતલબ શું છે? એવું પણ હોઈ શકે કે, એવું વિચારવાની ફૂરસદ જ ના મળી હોય. કંઈ વાંધો નહીં, હવે વિચારો. શું શ્વાસ લેવા એ જિંદગી છે? બહુ જ પૈસા ભેગા કરી લેવા, બહુ જ શક્તિશાળી થઈ જવું કે પછી દિવસને રાત અને રાતને દિવસ કરવો જિંદગી છે? સ્વર્ગ કે સ્વર્ગ જેવુ કંઈક હાંસલ કરવું જિંદગી છે? સપના જોવા, તે પૂરા કરવા, ભીડનો હિસ્સો બનવું અને ભીડથી અલગ થઈને એકલાપણા સામે લડવું- એ જિંદગી છે? આખરે આ જિંદગી શું છે અને કેમ છે? ખબર નહીં. કેટલીક બાબતો ખબર ના હોય એ પણ જરૂરી છે, પરંતુ જો કોઈ સવાલ હેરાન કરતો હોય તો તેનો જવાબ શોધવો પડશે. એ જવાબ બધા માટે સાચો હોય, એ જરૂરી પણ નથી. કારણ કે સાચું અને ખોટું- એક નજરિયો કે એક દૃષ્ટિકોણ સિવાય કશું નથી. આજે જે ખોટું છે તે કાલે સાચું અને જે આજે સાચું છે તે કાલે ખોટું. ખેર, મને સમજાયું છે કે, જિંદગી પોતાના ઝનૂનને, પોતાના પાગલપણાને શોધે છે. તે ઝનૂન કંઈક બનવાનું હોઈ શકે છે અને કંઈક મેળવવાનું પણ. હકીકતમાં કંઈક બનવું એ પણ કંઈક મેળવવા બરાબર જ છે. તો કદાચ આ જ છે જિંદગી. પોતાના ઝનૂન અથવા ‘પેશન’ને શોધવું અને તે મેળવવા માટે જીવનના અંત સુધી પ્રયાસ કરવા. આ જ સૌથી મોટું કામ છે. ઝનૂન અને સુકૂનમાં કોઈ ફર્ક નથી. જિંદગી રોમાંચ માંગે છે.

આતી જાતી લહર હુએ તો

સાહિલ1 ના હો પાઓગે

જહન2 બને રહને વાલો તુમ

અબ દિલ ન હો પાઓગે

ઝનૂન અને સુકૂનનો ફર્ક ત્યારે ખતમ થાય છે, જ્યારે દિમાગથી નહીં પણ દિલથી જીવીએ છીએ. પંજાબી ભાષાના ક્રાંતિકારી કવિ પાશે એમ પણ કહ્યું છે કે, ‘પ્યાર કરના ઓર જીના, ઉન્હે કભી નહીં આ સકતા, જિન્હે જિંદગી ને બનિયે બના દિયા હૈ.’ દિમાગ સામાન્ય રીતે સાચું ખોટું, નાપ-તોલ, જમા ઉધારમાં ઉલઝાવી નાંખે છે અને દિલ વરસાદના પાણીની જેમ ક્યાંકથી રસ્તો કરીને વહી જાય છે. મર્યાદાઓ તોડી નાંખે છે અને બદલાતું રહે છે. પોતાનો રસ્તો, પોતાની મંજિલ બનાવે છે. તમે ઘડિયાળનો કાંટો બની જાઓ અને એક દાયરામાં ફરતા રહો કે પછી સમય બની જાઓ અને બદલાતા રહો. જો પરિવર્તન ખોટું હોય તો તે કુદરતનો નિયમ કેવી રીતે હોઈ શકે? સૌથી વધુ સ્થાયી ચીજ પરિવર્તન જ છે, આપણી જિંદગીમાં. એખ શહેરમાં વરસાદ બધા જ સ્થળે લગભગ એકસરખો થાય છે. એક પરિવારમાં બાળકોનો ઉછેર પણ સમાન રીતે થાય છે, પરંતુ શહેરમાં બધે જ હરિયાળી એકસમાન નથી હોતી અને ના તો એક પરિવારના તમામ સંતાન એક જેવા હોય છે. આપણા બધા પાસે એક જિંદગી છે, દિમાગ છે, દિલ છે, પરંતુ બધા પાસે આ બધું એક જેવું નથી. જુઓ કેટલી જિંદગી નીકળી ગઈ અને જે નીકળી તે જિંદગી હતી પણ ખરી કે નહીં? જે બચી છે તેમાં શું તે રંગ, સ્વાદ અને મજા છે, જે તમે વિચાર્યું હતું? શું જિંદગીના દરેક દિવસે પોતાની મરજીથી એવી જ રીતે મજા લઈ શકાય છે, જેવી રીતે બાળકો પોતાની છેલ્લી ચોકલેટની લે છે? આપણે જીવી રહ્યા છીએ કે બધો સમય ક-મને કરાતા કામમાં જ વીતાવી રહ્યા છીએ? જિંદગી તે ચ્યુઈંગમ તો નથી થઈ ગઈ, જેની મીઠાશ જતી રહી છે, પરંતુ છતાં તેને આપણે ચાવી રહ્યા છીએ? એ અહેસાસ કેવી રીતે પેદા થાય, જે કહી દે કે જિંદગી કોને કહેવાય. માણસો વચ્ચે માણસની જેમ રહેવાનું કોને કહે છે, પોતાની ભૂલોને સાચી સાબિત કરવામાં શું મોટાપણું છે અને ભૂલને ભૂલ રહેવા દેવામાં શું મજા છે? એ અચાનક થયેલા સવાલથી હું મૂંઝાઈ ગયો હતો, જેનો હું કોઈ જ મૌલિક જવાબ નહોતો આપી શક્યો, પરંતુ મારી અંદરની બેચેની મને બ્રાઝિલના કવિ મારિયો ડી એન્દરાદ સુધી ખેંચી ગઈ. તેમણે કહ્યું છે:

હમારે પાસ દો જિંદગિયા હૈ

દૂસરી તબ શુરુ હોતી હૈ

જબ હમે યે અહેસાસ હોતા હૈ

કિ હમારે પાસ સિર્ફ એક હી હૈ...

1. કિનારો 2. દિમાગ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WGpPs4
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here