હવે મહાત્માએ કહ્યું કે આગામી સાત દિવસ સુધી આ પથ્થર એ લોકો રોજ પોતાની સાથે રાખે. જ્યાં પણ જાય, ખાતી-પીતી વખતે, ઊંઘતા-જાગતા વખતે આ પથ્થર તેમની સાથે રહેવા જોઈએ. શિષ્યોને કંઇ સમજાયું નહીં કે મહાત્મા શું ઈચ્છે છે? પણ તેમણે મહાત્માના આદેશનું પાલન સંપૂર્ણ રીતે કર્યુ. બે-ત્રણ દિવસ બાદ શિષ્યોએ પરસ્પર એકબીજાને ફરિયાદ કરવાની શરૂઆત કરી. જેમના પથ્થર વધારે હતા તે વધારે તકલીફમાં હતા. જેમ તેમ તેમણે સાત દિવસ પસાર કર્યા અને મહાત્મા પાસે પહોંચી ગયા. મહાત્માએ કહ્યું કે હવે પોતાના થેલામાંથી પથ્થરો કાઢી નાખે. ત્યારે શિષ્યોએ રાહતના શ્વાસ લીધા.
મહાત્માએ પૂછ્યું કે ગત સાત દિવસનો અનુભવ કેવો રહ્યો? શિષ્યોએ મહાત્માને આપવીતી સંભળાવી અને પોતાની તકલીફનું વર્ણન કર્યુ. તેમણે પથ્થરોના ભારથી થતી રોજિંદી તકલીફો પણ જણાવી. તેમણે કહ્યું કે પથ્થરનો થેલો સાથે હોવાને લીધે તેઓ કોઈ કામ સારી રીતે કરી શકતા ન હતા. બધાએ કહ્યું કે હવે શાંતિ અનુભવી રહ્યાં છીએ.
મહાત્માએ કહ્યું કે જ્યારે ફક્ત સાત દિવસમાં તમને આ પથ્થર અસહનીય ભાર જેવા લાગ્યા ત્યારે વિચારો કે તમે જે વ્યક્તિઓથી ઈર્ષ્યા કે નફરત કરો છો તેમનો કેટલો ભાર તમારા મન પર હશે અને તે ભાર તમે જીવન ભર વહન કરતા હશો. વિચારો કે તમારા મન અને મગજની આ ઈર્ષ્યાના ભારણથી કેવી હાલત થઈ હશે? આ ઈર્ષ્યા તમારા મન પર બિનજરૂરી ભાર નાખે છે. એટલા માટે તમારા મનથી એ ભાવનાઓને કાઢી દો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36unSmW
via IFTTT
No comments:
Post a Comment