
જો તમને આ વાત પર ભરોસો ન હોય તો તમારે ઉમા મહેશ્વરનના પરિવારને ઓળખવો જોઇએ, જે પોતાની જરૂરિયાતના માત્ર 10 ટકા ઘઉં જ ખરીદે છે. તેમની પાસે માત્ર 20 સેન્ટ (એક એકરનો પાંચમો ભાગ કે પછી 8,712 સ્ક્વેર ફૂટ) જમીન, એક ટેરેસ, સીડી અને એક કિચન ગાર્ડન છે. તદુપરાંત, ઘરની ચારેય તરફ 6 સેન્ટ જમીન પણ છે, જ્યાં પરિવારના 4 સભ્ય માટે પર્યાપ્ત અનાજ-શાકભાજી ઉગે છે.ખેતરથી ડાઇનિંગ ટેબલ સુધીની વાત થોડી વારમાં.શું તમને આ બધું ઉખાણા જેવું લાગે છે? તો જાણો કે તેઓ આવું કેવી રીતે કરે છે? તેઓ તેમના જીવનનિર્વાહ માટેની કૃષિ પ્રવૃત્તિઓને મઝા સાથે પારિવારિક મામલાના અંદાજમાં અંજામ આપે છે. સૌને ખેતીનો શોખ છે અને તેઓ કામના કલાકો બાદ તેમ જ વીકએન્ડમાં અને રજાના દિવસે પોતાનું કામ કરે છે.તેમણે નક્કી કરી રાખ્યું છે કે ક્યાં શું ઉગાડવું? ઘરની આસપાસની 6 સેન્ટ જમીન પર તેઓ આદુ, હળદર, કાળા મરી અને ચીણો (સામો જેવું એક અનાજ) ઉગાડે છે જ્યારે શહેરની બહારની 20 સેન્ટ જમીન પર અનાજ ઉગાડે છે. હાલના વરસાદથી પણ તેઓ નિરાશ નથી થયા અને તેમણે જ્યોતિ નામની જાતના 400 કિલો ચોખા ઉગાડી લીધા છે, જે તેમની વાર્ષિક જરૂરિયાતો માટે પૂરતા છે. જે કંઇ અનાજ વધે તે પડોશીઓને વહેંચી દે છે.મહેશ્વરને આ પ્લોટ 2008માં ખેતી શરૂ કરવાના હેતુથી જ ખરીદયો હતો. જમીન સમતલ બનાવવા અને ખેડવા તેઓ કૃષિ ભવનના શ્રમિકોની મદદ લે છે. છોડ રોપવાનું કામ ટ્રાન્સપ્લાન્ટિંગની પદ્ધતિથી કરે છે અને જમીનનો એક ભાગ નર્સરી તરીકે ઉપયોગમાં લેવાય છે, જેમાં છોડ ઉગાડાય છે.અનાજના પાકને ત્રણ મહિનાથી થોડો વધુ સમય લાગતો હોવાથી ઉનાળામાં મહેશ્વરન કઠોળનો પાક લઇ લે છે, જેમાં તેઓ વર્ષમાં લગભગ 10 કિલો જેટલું કઠોળ પકવી લે છે. લણણી માટે એક-બે સ્થાનિક મજૂરને કામે લગાડે છે અને પોતે પણ તેમની મદદમાં જોડાઇ જાય છે.તેમના એક માળના મકાનની ટેરેસ પર તમને ટામેટાં, રીંગણ, કારેલાં, ગવાર અને ભીંડાં જેવા ઘણા શાક જોવા મળશે. તદુપરાંત, લાલ ભાજી અને કેટલીક જાતના મરચાં પણ ઇકો-ફ્રેન્ડલી થેલીઓમાં ઉગતા જોવા મળશે. તેઓ ત્રણ જરૂરી શાકભાજી નથી ઉગાડતા- ડુંગળી, બટાકા અને લસણ, કેમ કે તેનો પાક ઠંડા વાતાવરણમાં જ સારો ઉતરે છે.
વ્યવસાય અને જીવનશૈલીથી જે બાબત આ પરિવારને ‘કૃષિ પરિવાર’ બનાવે છે તે એ છે કે મહેશ્વરન કૃષિ મહાવિદ્યાલયના પ્લાન્ટ પેથોલોજીના પ્લાન્ટ વિભાગના પ્રોફેસર છે જ્યારે તેમના પત્ની રાજશ્રી ડિરેક્ટોરેટ ઓફ એગ્રિકલ્ચરમાં પ્લાન્ટ પ્રોટેક્શનના જોઇન્ટ ડાયરેક્ટર છે. તેમના બેન્કર પુત્ર આનંદે ખેતીના શોખીન માતા-પિતા પાસેથી શીખીને ખેતીનું આ ઝનૂન બાળપણમાં જ અપનાવી લીધું હતું. આનંદ સાથે લગ્ન બાદ અપર્ણાએ ખેતીને નવા અનુભવ તરીકે અપનાવી. પૂરા ટેરેસ ગાર્ડનનું કામ તે જ સંભાળે છે. પરિવારે મધમાખી ઉછેર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે પોતાની જરૂરિયાત જેટલું મધ મેળવી લે છે. પાછળના આંગણામાં વર્મીકમ્પોસ્ટ છે, જે કિચન અને ખેતીમાંથી નીકળતા કચરાને રિસાઇકલ કરવા માટે કામ આવે છે.
ઓ
ફંડા એ છે કે - હવે એ દિવસો દૂર નથી કે આપણે બધા ખેડૂત બનવાના છીએ. સારું રહેશે કે આપણે ભવિષ્ય માટે તૈયાર થઇ જઇએ.
મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર
એન. રઘુરામન
raghu@dbcorp.in
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32aGyoj
via IFTTT
No comments:
Post a Comment