
સંસ્કૃત ભાષાને સર્વે ભાષાઓની જનનીની ઉપમા આપવામાં આવી છે. આ પ્રાચીન ભાષાના જતન અને સંવર્ધન માટે બી.એ.પી.એસ સંસ્થા સદૈવ કાર્યરત છે. તે હેતુસર પ્રમુખસ્વામી મહારાજે પોતે કાળજી લઈને સંસ્કૃતક્ષેત્રમાં ઉચ્ચ પ્રદાનો આપી શકે એવા વિદ્વાનોની ભેટ સમાજને આપી હતી. તેની સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે સુવિધાસંપન્ન સંકુલનું નિર્માણ થાય તેવો તેમનો સંકલ્પ હતો. જેના બીજ તેઓએ વર્ષ 2013માં સાળંગપુરમા સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરીને નાંખ્યા હતા.
આ બીજમાંથી વટવૃક્ષ બનેલા સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ ભવનનું ઉદ્ધાટન તા.3-11-19ના રોજ કરવામા આવ્યુ હતું. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન આ મહાવિદ્યાલયમાં સંસ્કૃત માધ્યમ સાથે અનેકવિધ અભ્યાસક્રમો ચાલે છે.
અનેકવિધ વિશેષતા ધરાવતા બી.એ.પી.એસ સંસ્કૃત મહાવિદ્યાલયનું નવા ભવન પ્રાચીન ગુરુકુળની સંયમ તેમજ પવિત્રતાસભર જીવનશૈલી સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધતું, વિદ્યાની સાધના માટેનું સંપૂર્ણ પર્યાવરણ પૂરું પાડે છે. વર્ગખંડ ઉપરાંત, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, ડીઝીટલ ક્લાસરૂમ, પ્રાર્થનાખંડ, વાંચનાલય, સુવિધાસજ્જ આવાસ, ભોજનકક્ષ વગેરે અનેક સુવિધાઓથી સંપન્ન આ નવા ભવન સમગ્ર રાજ્યમાં અનેરું છે.
આ સંસ્કૃત મહાવિદ્યાલયની વિશેષતા એ છે કે અહીં તમામ વ્યવસ્થા નિઃશુલ્કપણે આપવામાં આવે છે. આ ઉપરાંત પુસ્તકો સહિતની તમામ અધ્યયનની સામગ્રી, યુનિવર્સિટીની શિક્ષણ ફી, પ્રાથમિક તબીબી સારવાર, ગણવેશ, ભોજન, આવાસની વ્યવસ્થા પણ સંસ્થાના ખર્ચે જ કરવામાં આવે છે. બી.એ.પી.એસ સંસ્થા અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા સંસ્કૃત જગતને આ મહાવિદ્યાલય અદ્વિતીય પ્રદાન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Nc9Q1H
via IFTTT
No comments:
Post a Comment