કામ કરતી વખતે આવેલા દરેક વિચાર પર નિર્ભર છે પરિણામ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 1, 2019

કામ કરતી વખતે આવેલા દરેક વિચાર પર નિર્ભર છે પરિણામ

રેક વ્યક્તિની ખુશીનો સ્તર કયો છે તેને આપણે કે કોઈ અન્ય જણાવી ના શકે. આપણે લોકોની સાથે વાત કરીએ, મળીએ તો ક્યાંક ને ક્યાંક સૌનો એ જ જવાબ હોય છે કે જે ખુશી હોવી જોઇએ તે નથી. આ એક એવી વસ્તુ છે જેને તમે અને ફક્ત તમે જ જાણો છો કે તમે અંદરથી કેટલા ખુશ છો. અનેક લોકો એવા પ્રોફેશનમાં છે જેમનું કામ જ હોય છે સુંદર દેખાવું અને આખા દિવસ દરમિયાન સ્મિત કરવું. તમે અંદરથી ભલે ગમે તેવા હોવ પણ તમારે તમારા ચહેરા પર સ્મિત રાખવું પડે છે, ખુશ રહેવું પડે છે, સારી રીતે સૌનું સ્વાગત કરવું પડે છે. પછી ભલે તમે અંદરથી ખુશ ના હોવ. આજના સમયમાં એક સામાન્ય વાત છે કે આજે આપણે પોતાની ક્ષમતાથી અનેક ગણું વધારે કરવાનું પ્રયાસ કરીએ છીએ પણ તેમ છતાં ખુશ નથી. અાપણે એમ પણ કહીએ છીએ કે તે વ્યક્તિ મારાથી ખુશ નથી. ખરેખર આપણે બધુ કર્યુ પણ આપણી ખુશી ત્યારે ગુમ થઈ જ્યારે મેં કોઇ બીજા માટે કંઈ કર્યુ. માની લો બાળકો માટે આપણે કોઈ એવી વસ્તુ બનાવી જે હું ઈચ્છું છું કે સારી બને પણ બાળકોએ તેને ખાધી અને તેમને સારી ન લાગી તો પછી મને ધીમે ધીમે ગુસ્સો આવવા લાગે છે. આપણે એ વસ્તુ ખુશ થઈને બનાવી રહ્યાં હતાં પણ એ વિચારીને બનાવી રહ્યા હતા કે જ્યારે તેઓ ખાશે તો ખુશ થશે, તે ખુશ થશે તો મને ખુશી મળશે. જેમ કે આપણે ખુશ થવાની તૈયારી કરી રહ્યા હતા. તેના માટે આપણે પહેલાથી જ એક તસવીર બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ કે એક કલાક પછી આ થશે, હું આ બનાવીશ, તેને હું ખવડાવીશ. આ દૃશ્ય જે મને ખુશી આપે છે તેને મેં પહેલાથી તૈયાર કરી લીધું. આ મનની શક્તિ છે જે પરિસ્થિતિ હાલ બની નથી તેને આપણે પહેલાથી જ બનાવવાની શરૂઆત કરી દઇએ છીએ. પણ જે દૃશ્ય હું બનાવી લઉં છું તે મને ખુશી આપવાની શરૂઆત કરી દે છે. સાથે જ આપણું મન પણ આ દૃશ્ય માટે તૈયાર થવાનું શરૂ કરી દે છે. માની લો હવે જે વાસ્તવિક ઘટના ઘટી તે આ દૃશ્ય સાથે મેચ નથી કરતી જેને આપણે તૈયાર કરી હતી. તો મને ગુસ્સો, નિરાશા થવા લાગશે. જ્યારે ડેટા જ બદલાઇ ગયો તો પરિણામ તો આપમેળે બદલાઈ જશે. તે આ ખાશે, પછી તે પ્રશંસા કરશે, તે ખુશ થશે, ત્યારે હું ખુશ થઈશ. મનની આ પ્રોગ્રામિંગ આપણને ભોજન રાંધતી વખતે ક્યારે કરી લઈએ છીએ ખબર જ નથી પડતી. જો હું મારા મનની આ કોડિંગ કરી લઉં કે હું પહેલાથી ખુશ છું, હું બનાવતી વખતે પણ ખુશ છું અને તેમને ખવડાવતી વખતે પણ ખુશ છું. જો તેમને પસંદ નહીં આવે તો આ સ્વાદનો સવાલ છે ખુશીનો નહીં પણ અાપણે બંને વસ્તુઓને મિલાવી દીધી જેનાથી આપણને ગુસ્સો આવ્યો અને દુ:ખ થયું, મેં તેમને એમ કહી દીધું કે આટલી મહેનતથી બનાવ્યું અને તમને પસંદ નથી આવ્યું? પછી જે સ્થિતિ બનશે વિચારો કેવી હશે? આપણે ખુશી મનાવવા માગતા હતા અને સ્થિતિ જ બદલાઇ ગઈ. આપણે આખા દિવસમાં જે એક એક વિચાર કરીએ છીએ તેના પર પરિણામ મહદ અંશે નિર્ભર હોય છે.



મનનો અવાજ

બી.કે.શિવાની, બ્રહ્માકુમારીઝ

awakeningwithbks@gmail.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - every idea that comes up while working depends on the outcome 063142


from Divya Bhaskar https://ift.tt/2pC56cu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here