ટાકડા ખાલી થયા, રસોઇના પકવાનોની મીઠાસ પણ હવે ઓછી થવા લાગી છે અને મા બાજ પક્ષીની જેમ નજર રાખી રહી હોય છે કે હવે તમે શું ખાઇ રહ્યા છો. અને સૌથી જરૂરી વાત આ છે કે રજાઓ પૂરી થવાની છે અને આવતા અઠવાડિયે સ્કૂલ ખૂલશે. અને આવામાં પોતાના સ્ટડી રૂમમાં ફસાયેલા બેઠા છો અને બાકી દિવસોમાં લાંબા હોલિડે હોમવર્ક પૂરું કરવામાં જોડાયેલા છો તો હું કહીશ કે તમારી દિવાળીની રજામાં કશું પણ નવું રહ્યું નથી. તેઓ હંમેશાની જેમ ભારે દિવસોના રૂપમાં પુર્ણ થયા.
પરંતુ હું કેટલાંક એવા બાળકોને પણ ઓળખું છું કે જેની રજાઓ અત્યંત રોમાંચક રહી હતી. તેમનું હોમવર્ક પણ અલગ પ્રકારનું હતું . તેમના હોમવર્કમાં અઠવાડિયા માટે રાશન ખરીદવું, સાર્વજનિક સ્થાનની સફાઇ કરવી અને સાઇકલ અથવા અનાજ પીસવાની દુકાન પર કામ કરવું સામેલ હતું. કામનું આ લિસ્ટ લાંબું છે. જેમાં એક ભિખારીની પરેશાનીઓને સમજીને તેમનું ઇન્ટરવ્યું કરવું, બેંક પાસબુકને અપડેટ કરવા જવું અને ઓનલાઇન રેલવે ટિકિટ ખરીદવી અને તેમને રદ કરવું પણ હોમવર્કનો ભાગ હતો. ઉદાહરણ તરીકે, આ બાળકો પાસેથી અપેક્ષા રાખવામાં આવી કે પોતાના ઘરે કામ કરવા વાળા કર્મચારીઓના ઘરે જશે અને તેમની સાથે ભોજન કરશે. અને આ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ઘરે આવશે તો યુટ્યુબ પર એક નવું ગેજેટ જોશે અને તેનો રિવ્યું કરશે. આ હોમવર્ક એક 13 વર્ષના બાળક માટે બનાવવામાં આવ્યું છે કેમકે તેની ઉંમર એટલી છે કે કોઇની નજર સિવાય બાળકો આવા કામ કરે છે અને આથી નવમાં અને દસમાં ધોરણના બાળકોની જેમ તેના પર પુસ્તકિયા હોમવર્કનો બોજ નાખવામાં આવ્યું નથી. જેવું મેં અનુભવ્યું કે આ વર્ષે એક સ્કૂલના બાળકોને ગાણીતિક સમીકરણોને હલ કરવા, વૈજ્ઞાનિક અથવા ભાષા કૌશલ વધારવા પર ભાર આપવા કરતા, તેઓને પોતાના આસપાસની જીવનથી જોડવા માટે પ્રેરિત કર્યો. દરેક માતા-પિતા અને સ્કુલ પ્રશાસનને આ વાતની જાણકારી હોય છે કે તેના બાળકો ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન તો કરે છે પરંતુ કેટલાંકને એવો ભરોસો હોય છે કે આ પ્રકારનું અનોખા વ્યવહારિક જ્ઞાન તેમને એક લાંબો રસ્તો નક્કી કરવામાં મદદ કરશે. તેઓને ‘સ્ટ્રીટ-સ્માર્ટ’ બનાવે છે. અને જો રજાઓમાં આવી એક્ટિવીટીઝ સ્કુલ તરફથી કરવા મળે તો બાળકો તેને વધારે ગંભીરતાથી પુરી કરવાનો પ્રયત્ન કરે છે. જી હા, આ દિવાળી પર, પુનાના સદાશિવ પેઠ સ્થિત જ્ઞાન પ્રબોધિની પ્રશાળાના આઠમાં ધોરણનાં બાળકોને આ કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના કોર્સની બુક એક ખુણામાં મૂકી દે અને તેના કરતા જીવન કૌશલ પ્રાપ્ત કરવા માટે જોર આપે. આ વખતે બાળકોએ એક ઇનોવેટિવ હોમવર્ક બુકલેટ આપવામાં આવી જેમાં 25 કરવા જેવા કામો ( એક્ટિવિટીઝ)ની સુચિ આપવામાં આવી હતી અને બાળકો માટે અનિવાર્ય હતું કે રજાઓ પૂરી થતા પહેલા તેઓએ ઓછામાં ઓછા અડધા કામ તો જાતે કરવા પડશે. આ એક્ટિવિટીઝને ઘણા વિચાર વિમર્શ પછી પસંદ કરવામાં આવી એને તેઓને એક સાથે લાવવામાં મહિનોનો સમય લાગ્યો. પ્રબોધિની પ્રશાલા સ્કૂલને આશા છે કે આ દ્વારા બાળકોના સ્વતંત્ર રૂપથી વિકસિત કરવામાં મદદ કરશે. બાળકોને આપવામાં આવેલા કામ અલગ-અલગ હતા. કિચનમાં મદદ કરવા, પુનાના શનિવારવાડા જેવા પર્યટન સ્થળ પર ફરવાનું સામેલ હતું.
ફંડા એ છે કે સ્કુલ અને માતા-પિતાને નક્કી કરવાનું રહેશે કે જીવનની બેલેન્સ શીટ અથવા ભણતરની માર્કશીટમાંથી વધારે મહત્વપુર્ણ શું છે? સમજદારી એમાં છે કે બાળકો બંને ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે. સાચું સંતુલન બનાવવા લાંબી રજાઓનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે.
ફ
મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે
9190000071 પર મિસ કોલ કરો
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36pJrEZ
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
જીવનની બેલેન્સશીટ મોટી છે કે સ્કૂલની માર્કશીટ?
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment