ઇદને લઈ બરવાળા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

ઇદને લઈ બરવાળા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રતાપભાઈ બારડ પ્રમુખ બરવાળા ન.પા, શક્તિસિંહ ઝાલા પી.એસ.આઇ., ભોલાભાઈ મોરી, સુલતાનભાઈ સાલેવાલા, ધર્મેન્દ્રસિંહ વેગડ, તાહેરઅલી વ્હોરા, શબ્બીરહુસેન વ્હોરા, રમેશભાઈ ત્રિવેદી, નટુભાઇ વાઘેલા,બલવંતસિંહ ગોહિલ સહિતના બરવાળા શહેના સમાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારના રોજ સાંજે 5:00 વાગ્યે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉમદા હેતુથી શક્તિસિંહ ઝાલા પી.એસ.આઇ. દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમા ઇદે મિલાદના તહેવારને ધ્યાને લઈ સમાજીક સમરસતા જળવાઇ તે માટે શહેરના દરેક સમાજના આગેવાનો, હોદેદારો સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં એસ.વાય ઝાલા દ્વારા આગામી સમયમાં ઇદે મિલાદે તહેવાર કોમી એખાલસતાથી ઉજવાય, બરવાળા નગર પાલિકાના પ્રમુખ તથા આગેવાનો હાજર હોય તેમને શહેરમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા, વેપારીઓને વાહન યોગ્ય પાર્કિગ થાય અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તે માટે, દારૂ-જુગારીની બાતમી આપવા માટે તેમજ આગામી સમયમા રામમંદિર-બાબરી મસ્જીદ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તે સમયે શાંતિ અને સલામતી બની રહે તે માટે તમામ બાબતો અન્વયે અપીલ કરાઈ હતી.

બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. -તસવીર કેતનસિંહ પરમાર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - a peace committee meeting was held at barwala police station on eid 060529


from Divya Bhaskar https://ift.tt/2qEzzXv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here