
મે ખાટા દહીંથી બીજા દિવસે દહીં જમાવ્યું, તો તેના પછીના દિવસે ખાટો દહીં જ જામશે. આ રીતે કેટલા દિવસ સુધી તમે ખાટો દહીં ખાશો? હવે આ ખાટા દહીંમાંથી દહીં નથી જમાવવું. મતલબ એ છે કે ગત વાતને નવા સમયમાં સાથે નથી લાવવી. આપણને લાગે છે કે આ વાત સામાન્ય છે. તમે બધા લોકોએ જે વાત પકડી રાખી છે તેનો કોઈ ઉપાય નથી. પણ આપણે આપણા મનની સ્થિતિને તો બદલી શકીએ છીએ. જે વાતો આપણે પકડી રાખીએ છીએ તે આપણા સંબંધો માટે ઘાતક છે. કોઈના વ્યવહારને આપણે નિયંત્રિત ના કરી શકીએ પણ જ્યારે સામેવાળો તમારી સાથે વ્યવહાર કરે છે તેના બદલામાં તે સમયે આપણે જે વિચારીએ છીએ તે આપણામાં મનમાં નોંધાય છે. તેમનું વર્તન તેમની સીડીમાં રેકોર્ડ થશે. જે આપણે વિચાર્યુ, કહ્યું અને અનુભવ્યું તે આપણી સીડી પર રેકોર્ડ થશે. આપણી એ શક્તિ છે કે આપણે મનમાં શું રેકોર્ડ કરીએ. જે આપણે એકવાર રેકોર્ડ કરી લીધું તેના ફરી પ્લે થવાની શક્યતા વધી જાય છે. પછી ભલે તે બે ચાર વાર પ્લે થઈ ગયું હોય તો એ ગીત આપણા જીવનનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક બની જાય છે. તો વિચારો શું થશે જો આપણે આપણા મનમાં એકવાર પણ અજાણી રીતે આ રેકોર્ડ કરી દઈશે કે શી ઓર હી ઇન્સલ્ટેડ મી. આપણે આપણામાં મનની સીડીમાં શું રેકોર્ડ કરવું છે તે મારી પસંદ છે. આપણે પસંદગીનું ધ્યાન રાખીશું તો તે ગીત રેકોર્ડ કરીશું જે સાંભળવામાં સારું લાગે કેમ કે લોકો તો ચાલતા જશે, વાતો પણ ચાલતી રહેશે પણ જે ગીત રેકોર્ડ થઈ ગયો તે નહીં જાય. હવે આ ગીત તેના બાદ આપણે પોતાની જાતને અનેકવાર સંભળાવ્યો. આપણી પાસે કોઈ આવે તો તેને પણ બેસાડી આપણે આપણું ગીત સંભળાવીએ છીએ. જેટલીવાર આપણે અન્યોને સંભળાવીશું તે ગીત વધું પાક્કું થતું રહેશે. તેમણે જે કર્યુ ફક્ત એક જ વાર કર્યુ પણ આપણે કેટલી વાર સંભળાવી દીધું. ખરેખર હું પોતાને વારંવાર અપમાનિત કરી રહી છું. અનેકવાર જ્યારે આપણે એ ગીત સાંભળી રહ્યાં છીએ તો આપણે એમ કહી રહ્યાં છીએ કે તેમણે ખોટું કર્યુ. એ નથી દેખાતું કે આપણે પોતાની સાથે કેટલું ખોટું કરી રહ્યાં છીએ. બીજો ગીત રેકોર્ડ કરવાનો વિકલ્પ છે. નકારાત્મક ગીત જીવન માટે ઘાતક છે. તે મગજમાં અેટલીવાર પ્લે થાય છે કે આપણે ખુદને પ્રેમ કરવાનું બંધ કરી દઈએ છીએ. જેટલીવાર આ ગીત વાગશે મારા શરીરને મેસેજ જશે કે કોઈ મને ચાહતું નથી, મારું સન્માન કરતું નથી.
તેનાથી શરીરમાં રોગ પેદા થશે. આપણા અસન્માનનો પ્રભાવ ફક્ત મન નહીં સંપૂર્ણ શરીર પર મહેસૂસ કર્યો. પછી ભલે કોઈ મારી સાથે પ્રેમથી વાત કરશે તો પણ હું નકારાત્મક જ રહીશ. કોઈ એકે મારી સાથે કંઈક ખોટું કર્યુ અને મારા સંબંધો બીજા સાથે ખરાબ થવા લાગે છે. ફોટો જોઈ લોકો કહે છે કે શું યાર તે સ્માઈલ ન કરી? જ્યારે એક ફોટા માટે આટલું ધ્યાન રાખી શકીએ તો મનમાં થતા રેકોર્ડિંગ માટે કેટલું ધ્યાન રાખવાની જરૂર છે એ સમજવું જરૂરી છે.
ત
મનનો અવાજ
બી.કે.શિવાની, બ્રહ્માકુમારીઝ
awakeningwithbks@gmail.com
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WUjiKk
via
IFTTT
No comments:
Post a Comment