
દુનિયાભરમાં જેટલી પણ રહસ્યમય વાતો છે તેમાંથી એક છે માનવીનું શરીર. જેની આગળ વિજ્ઞાન પણ ઘૂંટણીએ આવી જાય છે. અત્યાર સુધી વિજ્ઞાન માનવીની અંદર શું ચાલી રહ્યું છે તે જાણી શક્યું નથી. ખાસ કરીને મનની વાત જાણવી મુશ્કેલ છે. ભગવાન ન કરે એવી કોઈ ટેક્નોલોજી આવે કેમ કે જે દિવસે કોઈ એવી મશીન માનવીના હાથમાં આવી જશે જે મનના વિચારોને બહાર કાઢી શકે તો કદાચ દુનિયા સમય પહેલા જ સમાપ્ત થઈ જશે. માનવીના શરીરનો કોઈ તોડ નથી. રોબોટ બનાવી લેવાય, પણ વિજ્ઞાની આજે પણ ચિંતિત છે કે માનવીના શરીરનો વિકલ્પ કેવી રીતે બનાવશે? તેને ક્યાંક કાકભાગેડું ક્યાંક બિજૂકા કહેવાયો છે. તે પૂતળો જે ખેતરમાં પાકને પક્ષીઓથી બચાવવા માટે ઊભો કરાય છે. વિજ્ઞાનીઓ માનવીના શરીરનો બિજૂકા બનાવી શક્યા નથી. જો રોબોટ પણ ઊભો કરી દેવાય તો થોડીકવા પછી પક્ષી સમજી જાય છે કે આ ખરેખર શરીર નથી. વિજ્ઞાનીઓ તેના પર શોધ કરી રહ્યાં છે. એવા પણ પ્રયોગ કર્યા કે એક રોબોટમાં અવાજ ભર્યો. થોડીવાર તો પક્ષી તેનાથી ડર્યા પણ ધીમે ધીમે સમજી ગયા તો પાછા આવી ગયા. એટલા માટે માનવીના શરીરને બેજોડ જ રહેવા દો. તેના અમુક રહસ્ય વિજ્ઞાન કદાચ જ જાણી શકે. હાં, અધ્યાત્મ વિજ્ઞાન જરૂર માનવીની અંદર પ્રવેશ કરવાની સુવિધા આપે છે. મેડિટેશન એ રીત છે જે માનવીની શરીરરૂપી મશીનની અંદર ત્યાં સુધી તમને લઈ જઈ શકે છે જ્યાં કદાચ વિજ્ઞાન ક્યારેય નહીં લઈ જઈ શકે.
જીને કી રાહ
પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ctl5MS
via
IFTTT
No comments:
Post a Comment