જો ઇરાદા સારા હોય તો પરિણામ હંમેશાં સારું આવે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

જો ઇરાદા સારા હોય તો પરિણામ હંમેશાં સારું આવે

ગાળ સરકારે હવે સફરજન ઉગાડવા માટે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ પ્લોટ નક્કી કર્યા છે. અહિંયા બહાલનગર નામનું ગામ પણ છે. આ જ ગામમાંથી જમ્મુ-કાશ્મીરના સફરજનના બગીચામાં કામ કરવા ગયેલા પાંચ પ્રવાસી મજુરોની આતંકીઓએ ગત અઠવાડિયે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હવે સરકારનો પ્રયત્ન એ છે કે બે એકરના પ્લોટ સફરજન ઉગાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો અને ભુલોમાંથી શીખીને ધીમે-ધીમે આવનાર ત્રણ વર્ષમાં અંગાજે 87 એકર ભુમિમાં સફરજનની ખેતી કરવામાં આવે. જો કે ઉપજાઉ કાંપવાળી માટી, સમુદ્ર તળથી હજાર ફીટની ઊંચાઇ અને અલગ તાપમાન જેવા ઘણા પડકારો સામે છે, તો પણ કૃષિ વિશેષજ્ઞો પોતાના પુર્ણ પ્રયાસ કરીને ઉત્તર જેવા સફરજન પુર્વમાં ઉગાડવા માટે મહેનત કરી રહ્યા છે.

આ પ્રકારે જ ગોવા સ્થિત આઇસીએઆર - કેન્દ્રીય તટીય કૃષિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી કેમકે તેઓને લાગે છે કે આ વિસ્તારની જલવાયુ પરિસ્થિતિઓ અને રેતાળ માટીની સાથે મળીને તટીય જિલ્લાઓના કેટલાંક હિસ્સામાં ખજુરની ખેતીની માટે અનુકુળ બની શકે છે. જો કે આવનારો સમય જ બતાવશે આ બંને નેક ઇરાદાનું પરિણામ શું નીકળે છે, કારણ કે આ પ્રકારનું કામ કરવા માટે ઘણી એજન્સીઓ સામેલ છે, પરંતુ અનુભવ જણાવે છે કે નાના પાયા પર કંઇક સારૂ કરવાનો વ્યક્તિગત પ્રયાસ હંમેશા સારાપણા સાથે પુર્ણ થાય છે. હવે આ અનોખા ઉદાહરણને જ લઇ લો. ગત અઠવાડિયે પુનાના બાવધનમાં રહેતા ધનશ્રી શિંદેએ પોતાને ત્યાં કામ કરવા વાળી 28 વર્ષીય કામવાળી બાઇ ગીતા કાલેને ઉદાસ જોઇ. તે દિવસે તે પોતાને એકલી અને કમજોર અનુભવી રહી હતી કેમકે તેનું એક કામ છુટી ગયું હતું. ત્રણ બાળકોની માતાનો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી હતું કે ગીતાને નિયમિત રૂપથી કામ મળતું રહે. આ સમય હતો કે જ્યારે ધનશ્રીને આઇડિયા આવ્યો કે શા માટે ગીતાની માટે કોર્પોરેટ સ્ટાઇલ એક સાફ-સુથરૂ વિઝિંટિગ કાર્ડ ડિઝાઇન કરવામાં આવે. તેણે આવું જ કર્યું કે અને કાર્ડ બનાવ્યું જેના પર લખેલું હતું કે ‘ઘર કામ મઉશી ઇન બાવધન, આધાર કાર્ડ વેરિફાઇડ. આ કાર્ડમાં ગીતાના મોબાઇલ નંબરની સાથે વિવિધ ઘરના કામો જેવા કે વાસણ સાફ કરવા, કપડા ધોવા, શાકભાજી કાપવું અને સાફ-સફાઇના રેટ્સ પણ લખવામાં આવ્યા છે. આઇડિયાને આગળ ‌વધારીને આ કાર્ડને દરેક બિલ્ડિંગના સુરક્ષાકર્મીઓને આપવાનું હતુ આથી ગીતાને વધુ કામ મળી શકે. ફક્ત બે દિવસમાં, કોઇએ વિઝિટિંગ કાર્ડનો ફોટો ક્લિક કર્યો અને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધુ અને અચાનક જ લોકો વચ્ચે વાયરલ થઇ ગયું. હાલત હવે એવી છે કે ગીતાએ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરીને રાખ્યો છે કેમકે સતત વાગી રહ્યો છે. લોકો તેને ફોન કરીને વધાઇ આપી રહ્યા છે કે તેણે એક કામવાળી બાઇના કામને ઉતમ ડિઝાઇન અને સુકુન દેનાર રંગોથી રંગાયેલુ વિઝિંટગ કાર્ડની મદદથી નવા મુકામ પર પહોંચાડ્યું છે. આ કાર્ડને કારણે ફક્ત જૂના કામ મળી ગયા એટલું જ નહિ, હવે તો નાગપુર અને મુંબઇ જેવા શહેરમાંથી કામની ઓફર આવી રહી છે. ધનશ્રી આ કાર્ડને બનાવવા માટે વિઝિટંગ કાર્ડ ટેમ્પલેટ વાળી એક વેબસાઇટ પર ગઇ અને ગીતાની માટે ફક્ત કેટલીક મિનીટ્સમાં એક કાર્ડ બનાવ્યું અને તેનું પરિણામ જુઓ - આ ગીતા મીડિયામાં છવાય ગઇ છે.

ફંડા ઘણો સાદો અને સરળ છે કે જો કોઇ પીડિતની મદદ કરવા માટે તમારો ઇરાદો સારો છે, તો પછી પુરી ‘કાયનાત’મદદ કરવા માટે આ સુનિશ્ચિત કરે છે કે પરિણામ સારૂ હોય.

બં

મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે

9190000071 પર મિસ કોલ કરો

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - if intentions are good then the outcome will always be good 063122


from Divya Bhaskar https://ift.tt/32vRAo8
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here