
આજે અવિભાજિત ભારતના પ્રસિદ્ધ કવિ મહંમદ ઇકબાલ અને રાજસ્થાની ખ્યાતકાર મુહણોત નેણસી, ગાંધીઘરના સ્થાપક કીકુભાઈ નાયકનો જન્મદિવસ અને ઘોન્ડું કેશવ કર્વે અને પૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પુણ્યતિથિ છે. કવિ, નેતા અને દાર્શનિક મહંમદ ઇકબાલનો જન્મ આજના પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મદરેસામાં લેનાર મહંમદ ઇકબાલે ઉચ્ચ શિક્ષણ બ્રિટન અને જર્મનીમાં લીધું હતું. ઇકબાલ પર જલાલુદીન રૂસી અને ફેડરિક નિત્સેનો ગાઢ પ્રભાવ હતો. 1904માં ઇત્તેહાદ સામયિકથી પોતાની સાહિત્ય સર્જન શરૂ કરનાર ઇકબાલે અસરાર-ઈ-ખુદી, એ ખુદી, બંગ-ઈ-દારા જેવા પુસ્તકો લખ્યા છે. દિ સિક્રેટ ઓફ દિ સેલ્ફ ,દિ સિક્રેટ ઓફ દિ સેલ્ફલેસનેસ, મેસેજ ફ્રોમ દિ ઇસ્ટ જાવીદનામા જેવા પુસ્તકો લખ્યા છે. તેમની “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા “તરાના-ઈ-હિન્દોસ્તા” રચના બંગ-ઈ-દારાનો ભાગ છે. કારકિર્દીના પ્રારંભે રાષ્ટ્રવાદી કવિતાઓ લખનાર મહંમદ ઇકબાલ પાછળથી કટ્ટર પાકિસ્તાનવાદી બન્યા હતા. 1930માં અલ્હાબાદમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પ્રમુખ તરીકે મહંમદ ઇકબાલે બે ભિન્ન રાષ્ટ્રની વાત કરી હતી જેનાથી મહંમદઅલી જિન્હા પણ પ્રભાવિત થયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34Ka5a0
via
IFTTT
No comments:
Post a Comment