સાંગરસોલામાં પાક નુકસાનને લઈ ગ્રામસભા,પાકવીમો ચૂકવવા માંગણી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

સાંગરસોલામાં પાક નુકસાનને લઈ ગ્રામસભા,પાકવીમો ચૂકવવા માંગણી

કેશોદ પંથકમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.જેથી ધરતીપુત્રોને વળતર સમયસર મળી રહે અને યોગ્ય ન્યાય મળે તેમને લઈ મહિલા સરપંચ રાયદેબેન મનુભાઈ સોનારાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી.અને ખેડૂતોએ વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી.તેમજ જણાવ્યું હતું કે અરજી આપી તેમને આજે 12 દિવસ પૂર્ણ થઈ ગયા છે.છતાં કોઈ અધિકારીઓ કે વીમા કંપનીના પ્રતિનિધિ સર્વે કરવા આવ્યા નથી આતકે સરપંચે કહ્યું હતું કે ધરતીપુત્રોને 100 ટકા વળતર મળે તે માટે સરકારમાં રજુઆત કરાશે. આ ગ્રામસભામાં કારાભાઈ સોનારા,દેવાભાઈ,ભુપતભાઈ બકોત્રા અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

માવઠાથી ઘાસચારાની અછત ઉભી થઇ

માવઠાથી હાલમાં ઘાસચારાની પણ અછત ઉભી થઇ છે જે અંગે પણ યોગ્ય કરવા માંગ કરાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NRNVMg
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here