જેતપુર પાલિકાના ભ્રષ્ટ વહિવટ સામે મહિલા કોંગ્રેસની વિરાટ રેલી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

જેતપુર પાલિકાના ભ્રષ્ટ વહિવટ સામે મહિલા કોંગ્રેસની વિરાટ રેલી

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મૂકી છે. જરૂરીયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા લાગતા વળગતા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા, શહેરમાં ઠેરઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટો બંધ વગેરે પ્રજાની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર બેદરકારી સામે શુક્રવારે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી પાલિકા વિરુદ્ધ સુત્રોચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આઠ દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો પાલિકા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી.

જેતપુર મહિલા કોંગ્રેસ દ્વારા શુક્રવારે નગરપાલિકા સદસ્યા શારદાબેન વેગડાની આગેવાનીમાં મહિલાઓની એક વિશાળ રેલી કાઢી નગરપાલીકાના સત્તાધીશો સામે આક્ષેપ કરાયા હતા કે, શહેરના નવાગઢ, સામા કાંઠો, નરસંગ ટેકરી, જલારામ નગર, જાગૃતીપરા, દાસી જીવણપરા, જનકલ્યાણી, યોગી નગર, રૈયારાજ નગર, દેરડી ધાર, પાલિકાના આવાસો વગેરે વિસ્તારોમાં કે જ્યાં પાકા રસ્તાઓની જરૂરીયાત છે તે વિસ્તારોને બદલે સત્તાધીશોએ પોતાના ઉદ્યોગ ધંધાઓને ફાયદો થાય તેવા તેવી ઔદ્યોગિક જગ્યાએ પ્રજાના પૈસે સિમેન્ટ રોડ બનાવી તેમાં પણ પાછો ભ્રષ્ટાચાર આચર્યો અને ગ્રાન્ટનો દુરૂપયોગ પણ કર્યો અને સફાઈ બાબતે તો શહેરના મધ્યમાં આવેલ માર્ગો પર પણ ક્યારેક ક્યારેક સફાઈ કરવામાં આવે છે તો દૂરના વિસ્તારોની તો વાત જ શું કરવી અને શહેરમાં ભૂગર્ભ ગટરો તો શહેરીજનોના સુખાકારી માટે બનાવવામાં આવેલ પરંતુ આ ગટરો ઉભરાઈને કાયમી રસ્તાઓ પર ગંદા પાણી વહેતા સુખકારીને બદલે ગંદકી અને બીમારીની સમસ્યા બની ગઈ છે. શહેર સ્વચ્છ હોવાના બણગાં ફૂંકી સફાઈમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.જ્યારે શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ભાદર ડેમ હાલ છલોછલ ભરેલ હોવા છતાં જેતપુર શહેરની પ્રજાને ત્રણ દિવસે પાણી મળે છે. જેની સામે પાલિકા દ્વારા દૈનિક વારા પ્રમાણે પાણીનું બીલ વસુલવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qEEcAQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here