
મોરબી જિલ્લામાં હાલ ડેન્ગ્યુ મેલેરિયા જેવી મચ્છર જન્ય બીમારીએ માજા મૂકી છે. અનેક વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધવાને કારણે દર્દીઓમાં ઉતરોતર વધારો થઇ રહયો છે. આવા સમયે મોરબી સિવિલમાં દાખલ થયેલ દર્દીના લોહીમાં પ્લેટલેટ્સનું પ્રમાંણ કેટલું છે ? તેના આધારે તેની સારવારનો આધાર હોય છે. જો કે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું પ્લેટલેટ્સ ચેક કરવાનું મશીન ૧૫ દિવસથી માત્ર તેમાં વપરાતા એક લિક્વીડના અભાવે બંધ હાલતમાં પડ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ અંગે માંગણી કરવા છતાં એજન્સી દ્વારા લિક્વીડ ન પૂરું પાડવામાં આવતું હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. મોરબી સહિત રાજ્યભરમાં હાલ ડેન્ગ્યુનો કેર વર્તાઈ રહ્યો છે. દરેક જીલ્લા અને તાલુકા મથકમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે આવા સમયે જો તેમને યોગ્ય સારવાર ન મળે તો તેઓ મોતને પણ ભેટી શકે છે. આવા સમયે મોરબી સિવિલમાં છેલ્લા ૧૫ દિવસથી ડેન્ગ્યુના દર્દીઓના પ્લેટલેટ્સ ચેક થતા નથી જેના કારણે દર્દીઓને જે પ્રકારે સારવાર મળવી જોઈએ તે મળતી નથી અને દર્દીઓને ન છૂટકે રાજકોટ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. મોરબી સિવિલમાં ડેન્ગ્યુના કાર્ડ ટેસ્ટ અને એલઈઝા એમ બન્ને પ્રકારનાં ટેસ્ટ થાય છે અને તેમાં પોઝીટીવ આવ્યા બાદ તેની સારવાર કરવામાં આવે છે ડેન્ગ્યુંના દર્દીઓમાં ઝડપથી પ્લેટલેટ્સ ઘટતા હોય છે અને તેના કારણે તેની સારવાર આપવામાં ખાસ કાળજી રાખવી પડે છે મોરબી સિવિલમાં છેલ્લા ૧૫ દિવસથી પ્લેટલેટ્સ ચેક કરવાનું મશીન બંધ છે જેનું કારણ તેમાં વાપરવામાં આવતું લીક્વીડ જેને રીએઝન તરીકે ઓળખવામાં આવે છે તે ન હોવાનું સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે ચકાસણી કરતા જે તે વિભાગ દ્વારા આં અંગે માંગણી મુકવામાં આવી છે પણ હજુ સુધી લીક્વીડ મળ્યું ન હોવાનું જણાવ્યું હતું જે તે એજન્સી દ્વારા આજકાલમાં પહોચાડવામાં આવશે તેમ સમય પસાર કરી રહી હોવાનું સામેં આવ્યું છે.
પ્રથમ સપ્તાહમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 84 કેસ
મોરબી સહિત રાજ્યભરમાં હાલ ડેન્ગ્યુનાં કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. મોરબી સિવિલમાં ચાલુ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં 184 દર્દીનાં ડેન્ગ્યુના કાર્ડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 84 દર્દીના કેસ શંકાસ્પદ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. તો ઓક્ટોબર મહિનામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 191 દર્દી સામે આવ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pWTAbT
via
IFTTT
No comments:
Post a Comment