
ર્લ માર્ક્સ-પ્રતિપાદિત સિદ્ધાંત છે: તમામ સામાજિક મુલ્ય, અંતર્ક્રિયાઓ, સંસ્થાઓ અને રાજ્યની સંરચના તત્કાલીન ઉત્પાદન વ્યવસ્થાથી નિર્ધારિત થાય છે. કૃષિ સમાજમાં સંયુક્ત પરિવારની સંસ્થા, સામંતવાદમાં સામાજિક સ્તરીકરણ, ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં રાજ્યની શક્તિમાં વિસ્તાર અને સંયુક્ત પરિવારોમાં ભાગલા આ સિદ્ધાંતનો પુરાવો છે. નવ ઔદ્યોગિક પશ્ચિમ વિશ્વની સાથે પણ ભારત પણ રેસમાં આવી ગયું છે. તાજા સમાચાર મુજબ બાળકોનું 24 કલાક પાલન કરતી કંપનીઓ દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદમાં ઝડપથી વધી રહી છે. તેના બે કારણ છે. પ્રથમ વિદેશી ગ્રાહક કંપનીઓનું કામ જ્યારે શરૂ થાય છે, ત્યારે ભારતમાં રાત હોય છે અને બીજું ભારતમાં કામ કરતી બહુરાષ્ટ્રીય કે મોટી કંપનીઓ પોતાની માનવ સંસાધનની નીતિમાં પરિવર્તન કરી રાત્રે પણ પુરુષ-મહિલાના રેસિયોને 70-30 કરી રહી છે, જ્યારે અગાઉ માત્ર પુરુષોને જ નાઇટ શિફ્ટમાં રખાતા હતા. આ પરિવર્તનથી જો પતિ-પત્ની બંને નોકરિયાત છે તો શિશુ માટે 24 કલાક બેબી કેર સેન્ટર ઇચ્છે છે. કંપનીઓ આ સેન્ટર પોતાને ત્યાં પણ ઉપલબ્ધ કરાવવા લાગી છે. મૂલ્ય અને નૈતિક્તા બાળપણથી શીખવાડવામાં આવે છે. શું આ વ્યવસાયિક ક્રેશ કે નવા બેબી-કેર સેન્ટરોમાં મેડ આ બધુ શીખી શકે છે? બાળકના વ્યક્તિત્વના સમ્યક વિકાસમાં બે સંસ્થાઓ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. પહેલું માનો ખાળો અને બીજું સ્કૂલ સ્તરે શિક્ષક. આજે આ બંને વિલુપ્ત થઇ રહ્યા છે. તેમનું સ્થાન બેબી કેર સેન્ટર અને મોટા ભાગે ગાયબ રહેતાં ‘મેમ’ કે ‘સર’એ લઇ લીધું છે. તેનું એક ઉદાહરણ જુઓ. થોડા સમય પહેલાંની વાત છે. ભારતના એક વૃદ્ધની, જે જર્મનીમાં પોતાના પુત્રને ત્યાં થોડા દિવસો વિતવવા ગયા હતા. ત્યાં મૃત્યુ થઇ ગયું. પુત્ર વિદેશ પ્રવાસે હતો. જ્યારે પોલીસે પુત્રને ફોન કર્યો તો તેનો જવાબ હતો, અંતિમ સંસ્કાર કરનારી કંપનીને પૈસા ચુકવી દીધા છે. મહેરબાની કરીને મને ડિસ્ટર્બ ન કરતા. ભારતમાં વસતા લોકો માટે આજે પણ આ ખબર ચૌંકાવનારી છે, પરંતુ થોડા સમય પછી તે એક સામાન્ય પ્રથા બની જાય? તે ભાવિ મૂલ્યવિહીન સમાજનું કારણ અર્થ-વ્યવસ્થામાં અદ્રષ્ટિગોચર ઉત્પાદન છે. એટલે કે સેવા ક્ષેત્રનું કૃષિ અને ઉદ્યોગની તુલનાએ સતત વધવું અને ઉત્પાદનનું અસેમ્બલી લાઇન પ્રોડક્શનના સ્થાને સમાન્તર વ્યવસ્થા.
કા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NUkYQ1
via
IFTTT
No comments:
Post a Comment