
ઉદાહરણ 1: ગત 27 ઓક્ટોબરે તેલંગાણા સ્થિત પોતાના નિવાસ પર નારાયણ રેડ્ડી નામના એક અત્યંત સાધારણ વૃદ્ધનું નિધન થઇ ગયું. ત્રણ દિવસ પછી એક વિડીયો દ્વારા ખબર ઇન્ટરનેટ પર પહોંચી તો દુનિયાભરથી તેમના પ્રશંસકોની શોક-સંવેદના પહુંચવા લાગી, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ દેવા વાળા કેટલાંક લોકો ક્યારેય તેમને મળ્યા નહિ અને ન તો ક્યારેય તેમના હાથે બનેલી વાનગી ચાખી. તમારે યુટ્યુબ પર ‘ગ્રેન્ડપા કિચન’ ચેનલ પર રેડ્ડીની વાર્તા અને અનાથ બાળકોની માટે સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે તેમના જુનુન વિશે જાણવું જોઇએ. તેમનો અંતિમ વીડિયો 26 ઓક્ટોબરના સફેદ સોસ મેક્રોની પાસ્તા વ્યંજન પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી ચાર લાખથી વધુ લોકોએ જોયું છે. તેમના મોટાભાગના વીડિયો. પોસ્ટ કરવાના એક જ અઠવાડિયામાં આ બેન્ચમાર્કને પાર કરી દેતાં હતા. તેમની યુટ્યુબ ચેનલને તેમના પુત્ર શ્રીકાંત રેડ્ડીએ બનાવી હતી અને જેમાં કિચન-ફ્રી ફુડ બનાવતા દેખાડવામાં આવતા હતા. મટન લેગ બિરયાનીથી લઇને વેજ બર્ગર અને વિશાળકાય ફજ બ્રાઉની સુધી ગ્રાન્ડ પા બધુ જ ખુલ્લી હવામાં બનાવતા હતા. શ્રદ્ધાંજિલ વ્યક્તની સાથે કેટલાંયે શુભચિંતકોએ આ વિશ્વાસ દર્શાવ્યો કે હવે તેમના પછી તેમનો પુત્ર પિતાના કામને આગળ શરૂ રાખશે.
ઉદાહરણ 2 : એવા લોકો જે માને છે કે ઘર હોય કે ઓફિસ, સફાઇ કરવી ખ્યાતિ વગરનું પકાઉ કામ છે તો આવા લોકોમાં લિન્ડા થોમસને મળવું જોઇએ જે આ વિચારથી કંઇક અલગ જ વિચાર રાખે છે. સ્વિત્ઝરલેન્ડ નિવાસી 66 વર્ષીય લિંડા આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદ પહોંચી હતી અને આ મહિલા એટલા માટે પ્રખ્યાત છે કે તેણે પોતાનું આખું જીવન સાફ-સફાઇમાં વિતાવી દીધું. તેઓ વીસ વર્ષથી એક ઇકોલોજીકલ ક્લિનીગ કેમ્પેઇન ચલાવી રહી છે અને પોતાની બેસ્ટ સેલર બુક ‘વ્હાય ક્લિનિંગ હેઝ મીનિંગ : બ્રિંગિંગ વેલબીઇગ ઇન ટૂ યોર હોમ’ લખતા પહેલા છ વર્ષ પહેલા એક હોસ્પિટલની સફાઇ કરી ચુકી હતી. બુક લખવા માટે લિંડા છેલ્લા 9 વર્ષથી સામગ્રી એકઠી કરી રહી હતી અને તેઓને આ લખવામાં છ મહિનાનો સમય લાગશે. તેઓએ પોતાના બાળકોની શિક્ષાનો ખર્ચ કાઢવા માટે સફાઇનું કામ હાથમાં લીધું હતું. તેઓ પાસે બીજાના કામ કરવાનો પણ વિકલ્પ હતો, પરંતુ તેઓ સાફ-સફાઇનું કામ આથી પસંદ કર્યુ, કેમકે આ તેને દિવસ હોય કે રાત ક્યારેય પણ સફાઇનું કામ કરવાની આઝાદી દે છે અને આનાથી તેમને સ્કુલેથી આવેલા પોતાના બાળકોની સાથે વધારે સમય વિતાવાનો અવસર પણ મળી જતો હતો. કોઇ અન્ય બુકની જેમ તેમની બુકમાં સફાઇનું કામ કરવાનો ઇતિહાસ, તેના શૈક્ષણિક, પારિસ્થિક અને વ્યાવારિક પાસાઓ પર વાત કરવામાં આવી છે સાથે જ દાગ-ધબ્બાને હટાવવા માટે ઉપયોગ લેવાનાર વસ્તુઓ વિશે પણ ઉપયોગી જાણકારી આપે છે. તેઓ દક્ષિણ ભારતમાં પ્રચલિત દૈનિક ઘરની આગળ સફાઇ કરીને ખુબસુરત રંગોળી બનાવાની પરંપરાને પણ માને છે.
ફંડા આ છે કે તમારૂ કામ નહિ, પરંતુ તેને કરવાનો અનોખો પ્રકાર તમારા બિઝનેસ અને લોકો વચ્ચે મશહુર બનાવી દે છે.
લો
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JZI3Q4
via IFTTT
No comments:
Post a Comment