
આઈપીએલ ટી-20 ટૂર્નામેન્ટમાં આગામી સિઝનથી પાવર પ્લેયર નિયમ લાગુ નહીં થાય. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરાયો. મેચ દરમિયાન નોબોલ જેવા અલગથી એક અમ્પાયર રાખવામાં આવશે, જે ફિલ્ડ અમ્પાયરને માહિતી આપશે. ચેરમેન બ્રૃજેશ પટેલની અધ્યક્ષતામાં મુંબઈમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. ગત સિઝનમાં મુંબઈ અને બેંગલુરુની મેચમાં એસ રવિ મલિંગાનો નો-બોલ જોઈ શક્યા નહીં. જેના કારણે બેંગલુરુ મેચ હારી હતી. મેચ બાદ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ખરાબ અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક બાદ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું કે, નો-બોલ ચેક કરવા માટે એક અલગ અમ્પાયર રહેશે. જે ત્રીજા અને ચોથા અમ્પાયર કરતા અલગ રહેશે. બેઠકમાં નિર્ણય કરાયો કે આગામી સિઝન માટે હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે. આ હરાજી માત્ર એક દિવસની રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PS4zOo
via
IFTTT
No comments:
Post a Comment