
મહિલા વર્ગમાં એલાવેનિલ ફાઈનલમાં પાંચમા ક્રમે રહી, કિયાન યંગે ગોલ્ડ જીત્યો
મહિલા વર્ગની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં એલાવેનિલ વાલારિવાન ફાઈનલમાં 5માં નંબરે રહી અને મેડલ ચૂકી હતી. જોકે આ કેટેગરીમાં ભારતે અગાઉ 2 ક્વૉટા મેળવ્યા છે. આ ક્વૉટા અંજુમ-અપૂર્વીએ અપાવ્યા હતા. એલાવેનિલ 187.1 પોઈન્ટ સાથે 5માં નંબરે રહી. ચીનની કિયાન યંગે 251.6 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો. એલાવેનિલ 626 પોઈન્ટ સાથે ક્વોલિફાયરમાં ચોથા ક્રમે રહી હતી. અંજુમ મુદગીલ-અપૂર્વી ચંદેલા ફાઈનલમાં સ્થાન મેળવી શકી નહીં. ક્વોલિફાયરમાં અંજુમ (627.6) 9માં, અપૂર્વી (626.6) 12માં ક્રમે રહી. 14 નવેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 36 દેશોના 1522 ખેલાડી ભાગ લઈ રહ્યાં છે. જેમાં કુલ 38 ઓલિમ્પિક ક્વૉટા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2POTMog
via IFTTT
No comments:
Post a Comment