અમદાવાદ | નવી દિલ્હીના આકાશમાં છવાયેલા સ્મોગના કારણે દિલ્હી, મુંબઈ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

અમદાવાદ | નવી દિલ્હીના આકાશમાં છવાયેલા સ્મોગના કારણે દિલ્હી, મુંબઈ

અમદાવાદ | નવી દિલ્હીના આકાશમાં છવાયેલા સ્મોગના કારણે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિતના એર ટ્રાફિકને પણ અસર થઈ છે. રાજધાનીમાં પ્રદૂષણના કારણે રોજેરોજ અનેક ફ્લાઈટ ડાઈવર્ટ થયાના અહેવાલો છે, ત્યારે કેટલાક લોકો કેટલાક દિવસ માટે દિલ્હી છોડીને ભાગી રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હીથી અન્ય શહેરોની ફ્લાઈટના ભાડા ફક્ત ધનવાનોને જ પોસાય એવી રૂ. 58 હજારની ઊંચાઈએ પહોંચી ગયા છે.

ઓનલાઈન ટિકિટ બુક કરતી વેબસાઈટો પર નજર કરીએ તો હાલ દિલ્હીથી મુંબઈની ફ્લાઈટોનું વન-વે ભાડું સૌથી વધારે છે. ગુરુવારે દિલ્હી-મુંબઈ ફ્લાઈટનું સૌથી સસ્તું ભાડું 15 હજારે પહોંચ્યું હતું, જ્યારે એ પછીના દિવસનું ભાડું 14થી 58 હજાર વચ્ચે હતું. બુધવારે તો દિલ્હીના પ્રદૂષણની સાથે ફ્લાઈટના ભાડાનો આંકડો પણ 58 હજારે પહોંચી ગયો હતો. એવી જ રીતે, દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટનો મહત્તમ ભાવ પણ રૂ. 48 હજાર હતો. ગો-આઈબિબોએ ગુરુવારે સાંજે ઓફર કરેલી દિલ્હી-મુંબઈની સૌથી સસ્તી નોન-સ્ટોપ ફ્લાઈટનું ભાડું રૂ. 14,575 હતું, જ્યારે મેક માય ટ્રીપ પર સૌથી સસ્તી ફ્લાઈટ ...અનુસંધાન પાના નં. 6

સ્પાઈસ જેટની હતી. તેનું ભાડું રૂ. 26 હજારથી વધુ હતું. એ પછીના દિવસે, શુક્રવારે મેક માય ટ્રીપ પર દિલ્હીથી મુંબઈની સૌથી મોંઘી ફ્લાઈટ એર એશિયાની હતી, તેનું ભાડું રૂ. 24,898 હતું. આ ઉપરાંત ગો-આઈબિબો પર દિલ્હી-મુંબઈની સૌથી મોંઘી ફ્લાઈટ રૂ. 30,112 ભાડું ધરાવતી એર ઈન્ડિયાની હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ફ્લાઈટનો હૈદરાબાદમાં આશરે નવ કલાકનો લે-ઓવર હોવા છતાં તેનું ભાડું આટલું ઊંચુ હતું. સામાન્ય રીતે દિલ્હીથી મુંબઈ ફ્લાઈટનું ભાડું સરેરાશ રૂ. 3000ની આસપાર હોય છે, જે દર્શાવે છે કે રાજધાનીમાં પ્રદૂષણ સહિતના અનેક કારણસર ફ્લાઈટના ભાડામાં ઊછાળો આવ્યો છે.

નોંધનીય છે કે, જેટ એરવેઝના રકાસ પછી ડીજીસીએએ તમામ એરલાઈન્સને ફ્લાઈટના ભાડા સંતુલિત રાખવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, એ પછી ભારતીય એરટ્રાફિકની ક્ષમતા ઓછી થતાં ફ્લાઈટના ભાડામાં 20થી 40 ટકાનો જંગી વધારો નોંધાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Nukb9s
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here