મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે હવે માત્ર 2 દિવસ બચ્યા છે. અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચેનો ગજગ્રાહ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલ અને મંત્રી સુધીર મુનગંટીવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લીધી હતી. પરંતુ સરકાર રચવાનો દાવો કર્યો નહતો. બીજી તરફ હોર્સ ટ્રેડિંગના ભયે શિવસેનાએ તેના તમામ 56 ધારાસભ્યોને બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેના ઘરની પાછળ આવેલી ...અનુસંધાન પાના નં. 6
રંગશારદા હોટલમાં મોકલી દીધા છે. શિવસેનાએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપ 145 ધારાસભ્યોનો ટેકો બતાવે અને સરકાર બનાવી લે. ઉદ્ધવે કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ ત્યારે જ સંપર્ક કરે જ્યારે તે મુખ્યમંત્રીપદ શિવસેનાને આપવા તૈયાર હોય. મહારાષ્ટ્રની હાલની વિધાનસભાની મુદત 9 નવેમ્બરે પૂરી થાય છે. જો ત્યાં સુધીમાં નવી સરકાર રચાશે નહીં તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુરુવારે રાજ્યપાલે રાજ્યના એડવોકેટ જનરલની કાનૂની સલાહ પણ લીધી હતી.
રાજ્યપાલ સાથે કાનૂની ચર્ચા કરવા ગયા હતા: ભાજપ
મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો નહીં પણ સરકારની રચનામાં થઈ રહેલા વિલંબમાં કાનૂની મુદ્દા અંગે ચર્ચા કરવા ગયા હતા. પ્રદેશ પ્રમુખ પાટિલે કહ્યું કે યુતિ સરકારની રચનામાં સામાન્ય કરતા વધુ સમય લાગી રહ્યો છે. અમારા નેતાઓ સાથે ચર્ચાઓ કરી પગલું ભરીશું.
કોંગ્રેસે કહ્યું- ભાજપ ધારાસભ્યોને તોડી રહ્યું છે
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાળાસાહેબ થોરાટે આક્ષેપ કર્યો હતો કે ભાજપ વિપક્ષના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના મહામંત્રી સચિન સાંવતે કહ્યું કે જો શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટે તેવો ડર લાગતો હોય તો યુતિ સરકાર રચવાનો તેને કોઈ અધિકાર નથી. એનસીપીના પ્રદેશ પ્રમુખ જનપાટિલે પણ દાવો કર્યો હતો કે ભાજપ તેમના કેટલાક ધારાસભ્યોને લલચાવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qu3stQ
via IFTTT
No comments:
Post a Comment