કરતારપુર કોરિડોર મામલે પાક. આર્મીએ પોતાના જ વડાપ્રધાન ઇમરાન ખાનની જાહેરાત ફગાવી દીધી છે. આર્મીએ કહ્યું છે કે કરતારપુર જનારા ભારતીય પાસે પાસપોર્ટ હોવો જરૂરી બનશે. આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફુરે કહ્યું છે કે સુરક્ષાના કારણોસર પાસપોર્ટ આધારિત ઓળખ પર મેળવાયેલી પરમિટ દ્વારા પ્રવેશ અપાશે. ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરે ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ નિમિત્તે પાક. વડાપ્રધાન કરતારપુરમાં જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે ઉદઘાટન કરશે. થોડા સમય અગાઉ ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે કરતારપુર જનારા શ્રદ્ધાળુઓએ વીઝા લેવા પડશે નહીં માત્ર ઓળખપત્ર પૂરતું રહેશે. પ્રથમ દિવસે ફી નહીં લેવાય અને 10 દિવસ પહેલા નોંધણીની અનિવાર્યતા પણ રદ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NqdULS
via IFTTT
No comments:
Post a Comment