તો... મારી પ્રથમ કથા જોખમ લેવા અને સીમાઓને પાર જવા અંગે છે. તમે જેવા કામકાજની દુનિયામાં આવો છે કે તમને એવી ઘણી વસ્તુ સાંભળવા મળશે કે અમે અહીં આવું નથી કરતાં અથવા આવું પહેલાં કર્યું નથી વગેરે વગેરે. કેટલાક નિયમો તમને યોગ્ય રીતે કામ કરવા નહીં દે અને કેટલાક નિયમ તમારી નોકરી અથવા તો સ્કીલ મેળવવા જરૂરી હોય છે. વિડંબના એ છે કે નિયમોની અવગણના ઈનોવેશન અને સંશોધન લઈને આવે છે. મોટાભાગના દૂરદર્શી મતિ ભ્રમ કરે છે. કેટલાક સાચા છે જે માનવજાતિને આગળ વધારે છે.
હું જ્યારે લગભગ 8 સ્ટાર્ટઅપમાં કામ કરીને 21 વર્ષ પછી નિવૃત્ત થયો તો મને બર્કલે યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરર તરીકે આમંત્રિત કરાયો હતો. તેમણે વિચાર્યું કે હું સારી કથા કહીશ કે કંપની કેવી રીતે શરૂ કરવી. મેં જણાવવાનું શરૂ કર્યું કે સ્ટાર્ટઅપ મોટી કંપનીઓની નાની આવૃત્તિ નથી. તે સંપૂર્ણ રીતે અલગ છે. છતાં પણ દરેક નવા સ્ટાર્ટઅપ પાસેથી અપેક્ષા રખાય છે કે તે મોટી કંપનીની જેમ પ્રથા અને નિયમોનું પાલન કરે. છેલ્લા 40 વર્ષમાં પરંપરાગત જ્ઞાનને પડકારનારા દેશની અગ્રણી બિઝનેસ સ્કૂલમાં હું એકમાત્ર હતો કે જેણે કહ્યું હતું કે કંપની શરૂ કરવા અંગે કોલેજો જે શીખવી રહી છે તે ખોટું હતું. ઘણા સ્માર્ટ પ્રોફેસર અને ઉદ્યોગપતિ મારા પર હસતા હતા. પરંતુ મેં હાર માની નહીં. મેં જે જોયું હતું તે તેમણે જોયું નહોતું. પછી બર્કલે બિઝનેસ સ્કૂલ અને પછી સ્ટેનફોર્ડની એન્જિનિયરિંગ સ્કૂલે મને મારા વિચારોના આધારે એક નવો અભ્યાસક્રમ લખવા અને શીખવાડવા કહ્યું. પાંચ વર્ષ પછી અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશને આ રીત અપનાવી. તેને હવે ઈનોવેશન કોર્પ્સ કહેવાય છે. અમેરિકામાં વિજ્ઞાનના વ્યવસાયિકરણનો તે આધાર છે. ઈનોવેશન એવી વ્યક્તિમાંથી આવે છે કે જે એવી ચીજને જોઈ લે છે જેને અન્ય જોઈ શકતા નથી. જે લોકો યથાસ્થિતિ પર સવાલ ઊઠાવે છે ત્યાંથી ઈનોવેશન આવે છે.મારી બીજી કથા મેન્ટર અંગે છે. મેન્ટર પાસેથી જ્ઞાન મેળવવા માટે શું કરવું ? જો તમને યોગ્ય મેન્ટર મળે અને તમે તમારા સમયનો ઉપયોગ તેના અનુભવમાંથી શીખવા માટે કરો છો તો તમને તમારા કેરિયર અને જીવન માટે એક અલગ રસ્તો મળી શકે છે. મારા 20મા અને 30મા વર્ષમાં મને બે અસાધારણ મેન્ટર મળ્યા. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ હતા. બેન વેગેબ્રિટે મને શીખવાડ્યું કે કેવી રીતે વિચારવું જોઈએ અને ગોર્ડન બેલે મને શીખવાડ્યું કે મારે શું વિચારવું જોઈએ ? મને લાગે છે કે આ શાનદાર એન્જિનિયરોએ મને જે શીખવાડ્યું તેનાથી મને અહેસાસ થયો કે હું જેટલું સારું મેળવી રહ્યો હતો તેટલું જ સારું તેઓ આપી રહ્યા હતા. જ્યારે હું તેમની પાસે શીખી રહ્યો હતો અને તેમના વર્ષોના અનુભવો મને આપી રહ્યા હતા તે મહત્ત્વપૂર્ણ હતા. મેન્ટર મળવાથી તમારું જીવન બદલાઈ શકે છે. જો કોઈ તમારા કામ અને કેરિયરમાં રસ લે તો તેની સલાહ ખુલ્લામને સ્વીકારો.
મારી છેલ્લી કથા આકસ્મિક લાભ અને દિવસોની ગણતરી અંગે છે. તમારામાંના ઘણા લોકોને ખ્યાલ હશે કે તમારું કેરિયર કઈ દિશામાં જઈ રહ્યું છે. કેટલાકને હજુ પણ ખ્યાલ હોતો નથી. પરંતુ તમારામાંના કોઈને પણ એ વાતની ચિંતા હોવી જોઈએ નહીં કે આજથી 10 કે 20 વર્ષ પછી શું કરતાં હોઈશું કારણકે તમે જેવી આશા રાખો છો તેવું થતું નથી. તમારા શિક્ષણે તથ્યોના આધારે તમે સફળતા મેળવવા તમને તૈયાર કર્યા છે. તો તમારા મગજના અડધા હિસ્સાએ આકસ્મિક લાભ પર ભરોસો કરવાની જરૂર છે.
(23 મે, 2016ના રોજ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં સિલિકોનવેલી આંત્રપ્રિન્યોર સ્ટીવ બ્લેન્ક)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NaOstB
via IFTTT
No comments:
Post a Comment