મોહમ્મદ અલી બોક્સિંગ રિંગના બાદશાહ હોવાની સાથે જ એક ક્રાંતિકારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, November 2, 2019

મોહમ્મદ અલી બોક્સિંગ રિંગના બાદશાહ હોવાની સાથે જ એક ક્રાંતિકારી

મોહમ્મદ અલી બોક્સિંગ રિંગના બાદશાહ હોવાની સાથે જ એક ક્રાંતિકારી સમાજસેવક પણ હતા. તેમણે અશ્વેત લોકો પર થઇ રહેલા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો હતો. તેમનો જન્મ અમેરિકાના કેન્ટુકી સ્ટેટમાં થયો હતો. તેમણે તેમના શ્યામવર્ણના કારણે બાળપણથી જ રંગભેદનો શિકાર બનવું પડ્યું હતું. તે દરમિયાન લગભગ તમામ સુવિધાઓનું વિભાજન લોકો શ્વેત છે કે શ્યામ તેના પર આધારિત રહેતું હતું. અલી નાના હતા ત્યારે એક દુકાનદારે માત્ર તેઓ અશ્વેત હોવાના કારણે તેમને પાણી પીવડાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાત તેમના દિલને ઠેસ પહોંચાડી ગઇ. અલીએ આ ભેદભાવ દૂર કરવાનો નિર્ધાર કરી લીધો. તેમની બોક્સિંગની શરૂઆત અત્યંત રસપ્રદ ઘટના સાથે થઇ.

અલી જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક સાઇકલ ભેટ આપી હતી. તેમને આ સાઇકલ બહુ ગમતી અને તેનું ખૂબ ધ્યાન રાખતા પણ એક દિવસ સાઇકલ ચોરાઇ ગઇ. તેમને બહુ દુ:ખ થયું હતું. તેમણે નક્કી કરી લીધું કે તેઓ કોઇની મદદ વિના જાતે જ ચોરને પકડશે અને તેને સજા પણ કરશે. તેઓ આ વાત મનમાં રાખી એક પરિચિત પોલીસ અંકલ પાસે ગયા. સાઇકલ ચોરાઇ હોવાનું જણાવતાં અલીએ તેમને ચોરને પકડવાનો રસ્તો પૂછ્યો. અંકલે કહ્યું, ‘બેટા, ચોર કંઇ એમ જ ન પકડાય. ચોરને પકડવા અને સજા કરવા બોક્સિંગ આવડવું જરૂરી છે.’ અલીએ આ વાત ગંભીરતાથી લીધી અને તરત જ બોક્સિંગ શીખવાનું શરૂ કરી દીધું. સમય વીતતાં તેમને બોક્સિંગનું ઝનૂન થઇ ગયું.

6 વર્ષ બાદ 1960માં રોમ ઓલિમ્પિક્સમાં દુનિયાએ અલીનું અસલ રૂપ જોયું કે જ્યારે તેમનો મુક્કો ગોલ્ડ પર લાગ્યો. ત્યારે તેઓ માત્ર 18 વર્ષના જ હતા. ત્યાર બાદ તેઓ અમેરિકામાં બહુ લોકપ્રિય થયા. બોક્સિંગમાં તેમણે 22 વર્ષની ઉંમરે અસલ પડકારનો સામનો કર્યો કે જ્યારે તેમનો મુકાબલો મશહૂર બોક્સર સની લિસ્ટન સાથે થયો હતો. લિસ્ટન સામે ટકવાની કોઇ હિંમત નહોતું કરતું પણ અલીએ લિસ્ટનને હરાવી મુકાબલો જીતી લીધો. તેમની આ જીતે બોક્સિંગ જગતમાં તહલકો મચાવી લીધો. કેટલાક લોકો આને માત્ર સંયોગ માનતા હતા પણ અલીએ બીજા જ વર્ષે લિસ્ટનને ફરી હરાવી ટીકાકારોને ખોટા સાબિત કર્યા અને પોતાની બાદશાહત તરફ વધુ એક ડગલું ભર્યું.

અશ્વેત લોકો પર થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે અલીના અંગત જીવનમાં ઘણી ઉથલ-પાથલ સર્જાઇ હતી. આ તમામ સમસ્યાઓથી પરેશાન થઇને અલીએ ઇસ્લામ અંગિકાર કર્યો અને પોતાનું નામ કૈસિયસ માર્સેલસ ક્લેમાંથી મોહમ્મદ અલી કરી દીધું. તેઓ તેમના જૂના નામને ગુલામીની ઓળખ કહેતા હતા. વિયેતનામ યુદ્ધ વખતે તેમણે અમેરિકી સૈન્ય સાથે જવાનો ઇનકાર કર્યો તો તેમના તમામ મેડલ છીનવી લેવાયા.

બોક્સિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જપ્ત કરી તેમના પર પ્રતિબંધ લાદી દેવાયો અને 5 વર્ષની જેલની સજા સંભળાવાઇ પણ અલીનો જુસ્સો યથાવત હતો. તેમણે અમેરિકી સરકારની કાર્યવાહી સામે લડત આપી. કોર્ટે તેમની સામેના આરોપોને ખોટા ગણાવી તેમની તરફેણમાં ચુકાદો આપ્યો. તેમના પરના પ્રતિબંધો હટાવી લેવાયા. અલીએ 3 વર્ષ બાદ 1971માં રિંગમાં પુનરાગમન કર્યું પણ પુનરાગમન પછીનો પહેલો મુકાબલો હારી ગયા. તે સાથે તેમનો ક્યારેય ન હારવાનો રેકોર્ડ પણ તૂટી ગયો પણ બીજી જ ફાઇટથી તેઓ જીતના ટ્રેક પર પાછા આવી ગયા. તે પછી તેમણે ક્યારેય પાછું વાળીને ન જોયું અને બોક્સિંગમાં પોતાની બાદશાહત સ્થાપિત કરી. બોક્સિંગના તમામ રેકોર્ડ તોડતાં 1981માં તેઓ તેમની અંતિમ ફાઇટ લડ્યા. 1984માં તેમને પાર્કિન્સન્સ નામની બીમારી થઇ ગઇ પણ તેમનો સંઘર્ષ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહ્યો અને તેઓ વિશ્વભરમાં શાંતિ અને દોસ્તી તરફ ડગ માંડતા રહ્યા. 2005માં તેમને અમેરિકાના સૌથી મોટા એવોર્ડ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરાયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pB47JM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here