યાત્રાધામ વિરપુરમાં આવતી કાલના રોજ સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવા બાપામાં અતૂટ શ્રધા ધરાવતા ભાવિકોનો સંઘ સુરતથી પગપાળા વીરપુર પહોંચ્યો હતો.
પૂજય જલારામ બાપાના જન્મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં પૂજય બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે બાપાની જન્મ જયંતી મનાવવા દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય છે ત્યારે પૂજય બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જીલ્લાના ગભેણી ગામનો 100 લોકોનો સંઘ કે જે છેલ્લા દસ વર્ષથી પગપાળા વીરપુર આવે છે તે સંઘ તેર દિવસ પહેલા પૂજ્ય બાપાની જન્મ જયંતી નિમીતે વીરપુર આવવા માટે પગપાળા નીકળ્યો હતો જે આજે ૧૩માં દિવસે વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી ડીજેના સાથે બાપાના ભંજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા આ સંઘ સાથે વિદેશમાં રહેતું એક ગજ્જર કુટુંબ પણ જોડાયું હતું અને તે પણ દરવર્ષે ની જેમ આવર્ષે પણ ગભેણી ગામથી પગપાળા વીરપુર જલારામબાપાના દર્શન કરવા આવ્યું હતું, સુરતના ગભેણીથી વીરપુર સુધીની પદયાત્રામાં યાત્રાળુઓની રહેવાની વ્યવસ્થા વીરપુરના સેવાભાવી યુવાન શક્તિ કૃપા ટ્રાવેલ્સવાળા દુષ્યંતસિંહ ઝાલાએ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JIdBJW
via IFTTT
No comments:
Post a Comment