સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સે 35.98 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 40165.03 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સળંગ છઠ્ઠા દિવસે પણ સુધારોનો ટોન જાળવી રાખ્યો છે. જોકે, ઇન્ટ્રા-ડે 269 પોઇન્ટની સંકડાયેલી વોલેટીલિટી અને નીચી વોલ્યૂમ વચ્ચે સંખ્યાબંધ કાઉન્ટર્સમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર જોવા મળ્યું છે. જેના પગલે નિફ્ટી-50 પણ ઇન્ટ્રા-ડે 11900 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર રહ્યા બાદ છેલ્લે 13.15 પોઇન્ટ સુધરી 11890.60 પોઇન્ટ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકની 31 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ઇન્ડસ ઇન્ડ બેન્ક 5.18 ટકા, તાતા સ્ટીલ 5.09 ટકા, વેદાન્તા 3.10 ટકા અને ટેક મહિન્દ્રા 2.94 ટકા સુધારા સાથે ટોચે રહ્યા હતા. જોકે, 15 સ્ક્રીપ્સ ઘટી હતી. તે પૈકી યસ બેન્ક 5.46 ટકા, ટીસીએસ 3 ટકા, મહિન્દ્રા 2.81 ટકા અને એશિયન પેઇન્ટ 2.47 ટકા ઘટાડા સાથે ટોચે રહ્યા હતા. સપ્ટેમ્બરમાં પાયાના આઠ સેક્ટર્સનો ગ્રોથ 5.2 ટકા નેગેટિવ રહ્યો હોવાના અહેવાલો તેમજ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ બે વર્ષના તળિયે બેસી ગયો હોવાના નકારાત્મક અહેવાલો છતાં વૈશ્વિક શેરબજારોમાં સુધારાનો ટોન જળવાઇ રહેવાના કારણે માર્કેટમાં મોમેન્ટમ સુધારાની રહી હતી. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2767 પૈકી 1430 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1163 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.
વિદેશી સંસ્થાઓ સતત લેવાલ: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 533.37 કરોડની નેટ ખરીદી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓની રૂ. 136.50 કરોડની નેટ વેચવાલી રહી હતી.
ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધર્યો: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસાના સુધારા સાથે રૂ. 70.82ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સાધારણ સુધારો રહ્યો હતો.
સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 1071 પોઇન્ટ સુધર્યો: સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 1071 પોઇન્ટનો સુધારો નોંધાવા સાથે રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 4.81 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઇ છે. નિફ્ટી-50 પણ 297 પોઇન્ટ સુધરીને બંધ રહ્યો છે.
શુક્રવારનું સેશન ગુરુવારનું રિપિટેશન હોય તેવું જ રહ્યું
માત્ર તફાવત એટલો રહ્યો કે, ગઇકાલના સેકન્ડ હાફ અને આજના ફર્સ્ટ હાફ દરમિયાન આવેલો સુધારો પ્રોફીટ બુકિંગમાં પરીણમ્યો હતો. જોકે, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ હજી જળવાઇ રહ્યો હતો. નિફ્ટીએ 11650-11700 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરી નાંખી છે. જોકે, શુક્રવારે પણ દિવસ દરમિયાન 11900 પોઇન્ટ ક્રોસ થયા છતાં છેલ્લે તો 11890.60 પોઇન્ટે જ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, નજીકની હર્ડલ 12103.05 પોઇન્ટ ક્રોસ થયા પછી માર્કેટનો સાચો ટ્રેન્ડ જોવા મળી શકે. સપ્તાહના છેલ્લા બે દિવસમાં જોવાયેલી સાંકડી વધઘટ અને નીચા વોલ્યૂમના કારણે બજારમાં અનિર્ણાયકતા અને સાવચેતી રહી છે.
એન્જલ બ્રોકીંગના ચીફ ટેકનિકલ એનાલિસ્ટ સમિત ચવાણના જણાવ્યા અનુસાર 11400 પોઇન્ટની સપાટીથી શરૂ થયેલી સુધારાની ચાલમાં નિફ્ટીની સાથે સાથે ઓટો, ફાર્મા, મેટલ સેક્ટરે પણ છેલ્લે છેલ્લે સુધારાની મોમેન્ટમ અપનાવી છે. જોકે, આ સેક્ટર્સમાં હજી જોઇએ તેટલો ખેલ જામ્યો નથી. તેથી ટ્રેડર્સ અને રોકાણકારોએ તેની ઉપર ધ્યાન આપવું જોઇએ. નિફ્ટી આગામી સપ્તાહ દરમિયાન કરેકશન મોડમાં આવે તો 11843- 11776 11714 પોઇન્ટ સુધી ઘટી શકે. જે તેની નજીકની ટેકાની સપાટીઓ ગણવી. પરંતુ તેથી નીચે જાય તો લાંબાગાળાની ખરીદી માટેની પોઝિશન માટેની તક સમજવી તેવી પણ ચવાણ સલાહ આપી રહ્યા છે.
નિફ્ટી 12033 પોઇન્ટ સુધી સુધરી શકે
નિફ્ટી ફ્યુચર 11860- 118૩0 પોઈન્ટના સ્ટોપલોસે 11979, 12008, 120૩૩ પોઈન્ટને સ્પર્શી શકે છે. નિફ્ટી ફ્યુચરમાં 120૩૩ પોઈન્ટ આસપાસ પોઝિશન બનાવવી. નિફ્ટી ફ્યુચર ૩0676 પોઈન્ટના પ્રથમ અને ૩0808 પોઈન્ટના સ્ટોપલોસે ૩0272, ૩00૩૩, 29970 પોઈન્ટને સ્પર્શી શકે તેવી સંભાવના છે. ૩0808 પોઈન્ટ આસપાસ પોઝિશન બનાવવી નિખિલ ભટ્ટ, ઇન્વેસ્ટર પોઇન્ટ
મેટલ્સમાં ચળકાટ
કંપની બંધ સુધારો
સેઇલ 39.00 6.41
જિંદાલ સ્ટીલ 123.30 6.16
તાતા સ્ટીલ 399.85 5.09
જેએસડબલ્યૂ સ્ટીલ 237.40 4.19
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34lLcRL
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
વોલ્યૂમ-વોલેટિલિટી ઘટ્યા, પ્રોફિટ બુકિંગનો ટોન
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment