પ્રાઈવેટ સેક્ટરની યસ બેન્કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં રૂ. 629.1 કરોડની ચોખ્ખી ખોટ કરી છે. જ્યારે ગતવર્ષે બેન્કે રૂ. 964.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. કુલ આવકો ઘટી રૂ. 8,347.50 કરોડ (રૂ. 8,713.67 કરોડ) થઈ છે.. નેટ એનપીએ વધી 4.3 ટકા થઈ છે. અગાઉ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 1506.6 કરોડની ખોટ થઈ હતી
સેન્ટ્રલ બેન્કની ખોટ નફામાં રૂપાંતર થઈ| સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના કપરાં દિવસો પૂર્ણ થયા છે. બેન્કે બીજા ત્રિમાસિકમાં રૂ. 138.58 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ગતવર્ષે આ ગાળામાં બેન્કે રૂ. 935.54 કરોડની ખોટ કરી હતી. કુલ આવકો વધી રૂ. 6728.17 કરોડ (રૂ. 6,224.05 કરોડ) થઈ છે. બેન્કની બેડલોન પણ ઘટી 7.90 ટકા (રૂ. 11,551.91 કરોડ) થઈ છે. જે ગતવર્ષે રૂ. 15,794.15 કરોડ હતી.
જેએસડબ્લ્યુ એનર્જીનો નફો 12 ટકા વધ્યો| જેએસડબ્લ્યુ એનર્જીનો બીજા ત્રિમાસિકના કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 353 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે રૂ. 316 કરોડ હતો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને પગલે કુલ આવકો 13 ટકા ઘટી રૂ. 2,232 કરોડ (રૂ. 2,568 કરોડ) રહી છે.
ડો. રેડ્ડીનો Q2 નફો બમણો થયો| ડો. રેડ્ડીનો ચોખ્ખો નફો રૂ.1,092.5 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે રૂ. 503.80 કરોડ હતો. કુલ આવકો 26.41 ટકા વધી રૂ. 4,800.9 કરોડ (રૂ. 3,797.8 કરોડ) થઈ છે. ગ્લોબલ જેનરિક્સ સેગમેન્ટની રેવન્યુ રૂ. 3,280 કરોડ થઈ છે. કંપનીના બોર્ડે રૂ.5ની વેલ્યુના સ્ટોક ઓપ્શનને મંજૂરી આપી છે.
બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો રૂ. 266 કરોડ| બેન્ક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો રૂ.266.37 કરોડ નોંધાયો છે. ગતવર્ષે બેન્કે રૂ. 1,156.25 કરોડની ખોટ કરી હતી. કુલ આવકો રૂ. 11,985.50 કરોડ (રૂ. 10800.24 કરોડ) થઈ છે. નેટ એનપીએ 7.64 ટકાથી ઘટી 5.77 ટકા થઈ છે. કરૂર વૈશ્યનો નફો 24 ટકા ઘટ્યો| કરૂર વૈશ્ય બેન્કનો સપ્ટેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 24.4 ટકા ઘટી રૂ.63.33 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે રૂ. 83.74 કરોડ હતો. કુલ આવકો રૂ. 1,815.24 કરોડ (રૂ. 1,632.50 કરોડ) રહી હતી. નેટ એનપીએ 4.41 ટકાથી વધી 4.50 ટકા (રૂ. 2,118.35 કરોડ) થઈ છે.
પેટ્રોનેટ એલએનજીનો ચોખ્ખો નફો 1,103 કરોડ નોંધાયો| પેટ્રોનેટ એલએનજીએ સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં ચોખ્ખો નફો રૂ. 1,103 કરોડ નોંધાયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JIwqwH
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
ક્યુ-2: યસ બેન્કે 629 કરોડની ખોટ સેન્ટ્રલ બેન્કે 139 કરોડનો નફો કર્યો
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment