મોદી અનેે મર્કેલે 5મી આઇજીસી બેઠકમાં પોતાની જમીન આતંક માટે ઉપયોગ નહીં થવા દેવાનો સંકલ્પ ફરી કર્યો
ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
જર્મનીનાં ચાન્સેલર અેંજેલા મર્કે 2 દિવસની મુલાકાતે ગુુરવારે મોડી રાત્રે ભારત પહોંચ્યા હતાં. શુક્રવારે તેમણે વડાપ્રધાન મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ 5મી ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (આઇજીસી) બેઠકમાં ભાગ લીધો. ત્યાર બાદ પેતાની જમીનનો આતંક માટે ઉપયોગ નહીં કરવા દેવાનો સંકલ્પ લઇ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. બંને નેતાઓએ આતંકવાદના ખતરાને નાથવા માટે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકાર વધારવાનો સંકલ્પ કર્યો. ભારત અને જર્મની વચ્ચે 17 કરાર થયા. ઉપરાંત 5 સંયુક્ત ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર થયા. કરાર હેઠળ 108 ઉપનિશદોનું જર્મન ભાષામાં અનુવાદ થશે. સાથે જ જર્મન સાહિત્યનું હિન્દી અને સંસ્કૃતમાં અનુવાદ કરાશે. મોદીઅે જર્મન ચાન્સેલરના વખાણ કરતા કહ્યું કે એન્જેલા મર્કેલ માત્ર યુરોપ જ નહીં, સમગ્ર દુનિયામાં સૌથી લાંબા સમય સુધી નેતૃત્વ કરનારાં નેતા નેતા છે. મર્કેલ સમગ્ર વિશ્વના મજબૂત નેતા છે. ભારત અને મારા સારા મિત્ર છે.
અંતરિક્ષ, નાગરિક ઉડ્ડયન, સ્માર્ટ સિટી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ અપ, ટેક્નિક, સારવાર, દર્દીઓનું પુનર્વસન, નદીઓની સફાઇ, સમુદ્રીય પ્રોજેક્ટ, વિજ્ઞાન, યોગ-ધ્યાન, ઉચ્ચ શિક્ષણ, સંસ્કૃતિ, ફૂટબોલ, વીઝા અને ટ્રાન્સપોર્ટ
દોસ્તી: બંને વચ્ચે એક વર્ષમાં 5મી મુલાકાત
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે એક વર્ષમાં આ 5મી મુલાકાત છે.
મર્કેલ 2005થી ચાન્સેલર, સ્વાસ્થ્યને લીધે લાંબા સમય સુધી ઊભા રહી શકતાં નથી
65 વર્ષનાં મર્કેલ 2005થી જર્મનીના ચાન્સેલર છે. તેમને યુરોપિયન યુનિયનના સૌથી શક્તિશાળી નેતા મનવામાં આવે છે. તેઓ યુનિયનના કોઇ પણ દેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા મહિલા પણ છે. અગાઉ માત્ર હેલ્મુટ કોલ જ આટલા લાંબા સમય સુધી જર્મનીના ચાન્સેલર રહ્યા છે. મર્કેલ થોડા સમયથી બીમાર છે. તેના લીધે તેઓ વધુ સમય સુધી ઉભા રહી શકતાં નથી.
બંને દેશોના સંબંધો લોકતાંત્રિક વ્યવસ્થા પર આધારિત : PM મોદી
મોદીએ કહ્યું કે બંને દેશોના સંબંધો લોકતાંત્રિક અને કાયદા પર આધારિત છે. જો એ જ કારણ છે તો વિશ્વના મોટા અને ગંભીર મામલે અમારા વિચારો એક સમાન છે. અમે આભારી છીએ કે જર્મનીએ નિકાસ નિયંત્રણ ક્ષેત્રમાં ભારતના સભ્યપદને સમર્થન આપ્યું. બંને દેશ આ પ્રયાસો ચાલુ રાખશે. જેથી પરસ્પર સહકાર જળવાઇ રહે. ભારતના ડિફેન્સ કોરિડોરમાં જર્મનીના બિઝનેસ લીડર્સ પાસે લાભ લેવાની આશા છે. અમારું ફોકસ એડવાન્સ ટેક્નિક, આર્ટિફિશિયન ઇન્ટેલિજેન્સ, સ્કિલ્સ, શિક્ષણ અને સાયબર સિક્યોરિટી વગેરે ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર છે.
અમારી ઇચ્છા છે કે હજુ વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી જર્મની આવે: મર્કેલ
મર્કેલે કહ્યું કે જર્મનીમાં 20 હજાર ભારતીય અભ્યાસ કરી રહ્યા છે. અમારી ઇચ્છા છે કે આ સંખ્યા હજુ વધે. અમે ઇચ્છીએ છીએ કે વોકેશનલ ટ્રેનિંગ માટે ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ થાય. જળવાયુ અને વિકાસના ક્ષેત્રમાં પણ અમે સહકાર વધારવા માગીએ છીએ. મર્કેલ કહ્યું કે બંને દેશો વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. અમારા મનમાં આ દેશની વિવિધતા પ્રત્યે બહુ સમ્માન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PKRtCN
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
ભારત અને જર્મની વચ્ચે 17 કરાર થયાં, 108 ઉપનિષદોનું જર્મન ભાષામાં ભાષાંતર કરાશે
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment