
એક દિવસ રોટલી બળેલી મળી. બીજા દિવસે દાળમાં મીઠંુ વધુ હતું. ત્રીજા દિવસે તો હદ થઈ ગઈ. સવારનું ભોજન જ પીરસી દીધું. લગ્નના આટલા વર્ષ પછી પ્રથમવાર આવું થયું હતું. કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે હંમેશની જેમ ભૂલ મારી જ હતી. ત્રણ દિવસ પહેલા જ તેને નવો સ્માર્ટ ફોન અપાવ્યો હતો. આ અંગે વાત કરવા હું તેની પાસે ગયો તો મેડમ કાનમાં ઈયર એઈડ ભરાવીને બેઠા હતા. જોેકે પહેલા પણ તે મારું સાંભળતી નહોતી. હવે તો બિલકુલ નહીં. તે પોતાની મમ્મી સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. એક કલાક પછી હું કીચનમાં ગયો તો જોયું તો મેડમ તવી પર રોટલી નાખીને સેલ્ફી લઈ રહી હતી. હું ચૂપચાપ બહાર આવી ગયો. એટલામાં મારા ફોન પર નોટિફિકેશન આવ્યું. મેકિંગ રોટી વિથ સુનિતા, બબલી, પીન્કી એન્ડ ટ્વેન્ટી વન અધર્સ. તવી પરની રોટલી થોડી વાંકી પણ હતી. કદાચ એણે સેલ્ફી લેવા માટે પોતાનો મૂડ બનાવ્યો હતો. હવે હાલત એવી હતી કે તે ટીકટોક બનાવતા શીખી ગઈ અને હું રોટલી. ઘણી વખત સાડી અંગે કકડાટ કરનારી મહિલા છેલ્લા ઘણા દિવસથી શાંત હતી. આજે ખબર પડી કે તેમણે ઓનલાઈન છ સાડીનો સેટ મંગાવી લીધો છે. મતલબ મોબાઈલનો પૂરેપૂરો સદઉપયોગ થઈ રહ્યો છે. કાલે તો કહેતી હતી કે તમને ખબર છે નહેરુજીએ 70 વર્ષમાં દેશની... તેની આગળ કંઈ બોલતી તો હું સમજી જાત કે તેનું વોટ્સએપ પણ સારી રીતે કામ કરી રહ્યું છે. માતાજીના ચહેરા પર પણ હાલમાં શાંતિ જોવા મળતી હતી. કાલે કહેતી હતી કે જતા સમયે પંડિતજીને રૂપિયા 151 આપી દેજો. મેં પૂછ્યું શેના માટે ? તો ધીરેથી કાનમાં કહ્યું કે એમણે જે ઉપાય બતાવ્યા હતા તે તેણે કર્યા અને તેનાથી તેને ઘણો લાભ થયો છે. વહુ 10 દિવસથી ઘણી શાંત છે. એક વાર પણ ઝઘડો કર્યો નથી. મેં કહ્યું કે પંડિતજીને 151 આપવાની જરૂર નથી. હું 15 હજારનો હવન કરાવી ચૂક્યો છું. શાંતિ તેનું પરિણામ છે.કાલે સાંજે મોડું ચઢાવીને બેઠી હતી. મેં તેની ફેસબુક વોલ પર જઈ જોયું તો ખબર પડી કે બપોરે તેણે ફોટો મૂક્યો હતો અને તેને માત્ર 3 લાઈક જ મળ્યા હતા. પછી ચોથો લાઈક મેં કર્યો અને કોમેન્ટ લખી કે લુકિંગ બ્યુટિફૂલ. ત્યાર પછી તે હાથ-મોં ધોવા જતી રહી. પાછી આવી તો ટેબલ પર ખાવાનું હતું. તે દિવસે સોશિયલ મીડિયાની તાકાત પણ નજરે પડી અને નબળાઈ પણ.સ્માર્ટફોનને શત શત નમન.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pxNHBT
via
IFTTT
No comments:
Post a Comment