રાણપુર તાલુકામાં ભાઈબીજ અને તા. 2 નવેમ્બરના રોજ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી 1 થી 2 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક તલ, જુવાર, જીરૂ અને એરંડાના પાકને મોટુ નુકસાન થયુ છે. જેના લીધે ખેડૂતોને આ તૈયાર થયેલા પાકને મોટુ નુકસાન થતા લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે ખસ ગામના ખેડૂત અગ્રણી બળવંતસિંહ દાયમાએ જણાવ્યુ હતંુ કે રાણપુર તાલુકામાં 1થી 2.5 ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા તાલુકાના ગામડાઓ ખસ, બગડ, અળવ, કુંડલી, પાણવી, રાજપરા, સુંદરીયાણા, નાનીવાવડી, મોટીવાવડી, સહિતના મોટાભાગના ગામડાના ખેડૂતોના ખેતરોમા પાણી ભરાઈ ગયા છે.
જેના લીધે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયુ છે. ખેડુતોને આ પાક તૈયાર કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વરસાદના લીધે ખેડુતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં સર્વે કરી ઘટતુ કરવામા આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.
ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકસાન થયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WAa4CG
via IFTTT
No comments:
Post a Comment