
બરવાળા તાલુકાના ભીમનાથ ગામે મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તાહમા રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં ગામના પરિવાર દ્વારા લગ્ન કરી નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. સિદ્ધપીઠ ભીમનાથ મંદિરે ચાલી રહેલી ભાગવત સપ્તાહમા શનિવારના રોજ રૂક્ષ્મણી વિવાહનો પસંગ આવતો હોવાથી આ પ્રસંગની ઉજવણીમાં ભીમનાથ ગામના પટેલ પરિવાર ઠાકરસીભાઈ પોપટભાઈ વાસણકાના પુત્ર હાર્દિક અને હીંમતભાઈ પટેલની પુત્રી જીજ્ઞાશાના લગ્ન વાજતે ગાજતે જાન જોડી કથા સ્થળે લગ્ન મંડપમા ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સૌરાષ્ટ્રના સંતો મહંતો અને ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36Tl4QC
via
IFTTT
No comments:
Post a Comment