


એજન્સી | તેહરાન
ઇરાન અમેરિકા સાથે સંબંધો તૂટવાના 40 વર્ષનો જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યું છે. જૂના અમેરિકી દૂતાવાસની દીવાલો પર અમેરિકા વિરોધી કેટલાક નવા ચિત્રો લગાવાયા છે. દૂતાવાસને ઇરાને જાસૂસોની ગુફા નામ આપ્યું છે અને તેને સંગ્રહાલયમાં ફેરવી નાખ્યું છે. નવા ચિત્રોમાં અમેરિકાને યુદ્ધોન્માદી અને દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવા તત્પર દર્શાવાયું છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વડા મેજર જનરલ હુસૈન સલામીએ આ નવા વોલ પેઇન્ટિંગ્સ જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા. તે અમેરિકી રાષ્ટ્રધ્વજના રંગોમાં પેઇન્ટ કરાયા છે. જનરલ સલામીએ આરોપ મૂક્યો કે અમેરિકાએ 1945માં જાપાનમાં બે વખત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં અન્ય દેશો, ખાસ કરીને ઇરાનને નાગરિક પરમાણુ કાર્યક્રમનો લાભ લેતું રોક્યું. ઇરાને 1980માં સંબંધોનો અંત લાવી દીધો હતો.
આવા છે ચિત્રો : એક ચિત્રમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનો મશાલવાળો હાથ તૂટેલો બતાવાયો છે. એકમાં અમેરિકી ડોલર બિલની પાછળ દર્શાવાયેલા પ્રતીક આઇ ઓફ પ્રોવિડન્સના ત્રિકોણના ખૂણામાં ડૂબેલો બતાવાયો છે. તેમાં ખોપરીઓ તરી રહી છે. અન્ય એક ચિત્રમાં અમેરિકી ડ્રોન દર્શાવાયું છે, જે ઇરાને જૂનમાં તોડી પાડ્યું હતું. ચોથામાં ઇરાનનું વિમાન છે, જેને અમેરિકાએ 1988ની 3 જુલાઇએ ભૂલથી તોડી પાડતાં 290 લોકો માર્યા ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NaZYW4
via IFTTT
No comments:
Post a Comment