હવે એ લક્ષ્યો પૂરાં કરવા કામ કરી રહ્યા છીએ, જે અશક્ય હતાં : પીએમ મોદી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, November 2, 2019

હવે એ લક્ષ્યો પૂરાં કરવા કામ કરી રહ્યા છીએ, જે અશક્ય હતાં : પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના થાઈલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ રવિવારે બેંગકોકમાં 35મી આસિયાન સમિટમાં ભાગ લેશે. આ સિવાય 16મી આરસીઈપી સમિટ અને 14મી ઈસ્ટ એશિયા સમિટમાં પણ તેઓ સામેલ થશે. થાઈલેન્ડ પહોંચીને વડાપ્રધાન મોદીએ ‘હાઉડી મોદી’ની તર્જ પર બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. થાઈ ભાષામાં ‘સવાદી’ શબ્દ અભિવાદન કરવા માટે વપરાય છે. મોદીએ કહ્યું કે, ‘થાઈલેન્ડનો આ મારો પહેલો સત્તાવાર પ્રવાસ છે. ત્રણ વર્ષ પહેલા થાઈલેન્ડ નરેશના નિધન વખતે તેમને શ્રદ્ધાંજલિ આપવા અહીં આવ્યો હતો. આજે હાલના રાજા અને વડાપ્રધાનના આમંત્રણને પગલે અહીં આવ્યો છુ. ભગવાન રામની મર્યાદા અને ભગવાન બુદ્ધની કરુણા એ બંને આપણો વારસો છે. પાંચ વર્ષમાં ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જે ક્યારેક અશક્ય લાગતું હતું. એવું કરવાનું કોઈ વિચારી પણ નહોતું શકતું.’ વડાપ્રધાન મોદીએ કલમ 370નું નામ લીધા વિના કહ્યું કે, તમે બધા એ વાતથી પરિચિત છો કે, આતંક અને અલગતાવાદના બીજ રોપનારા એક બહુ મોટા કારણથી દેશને મુક્ત કરવાનું કામ ભારતે કરી લીધું છે.

ગીરમાં એક મતદાર માટે પોલિંગ બૂથની વ્યવસ્થા : પીએમ મોદીએ કહ્યું હતું ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. આ ગર્વની વાત છે. તેમણે કહ્યું કે લોકતંત્ર પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા એટલી મજબૂત છે કે ગુજરાતના ગીરમાં ફક્ત એક મતદાર માટે અલગ પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપણા માટે લોકતંત્ર કેટલું મહત્ત્વપૂર્ણ છે તે આ ઘટના દર્શાવે છે.

ભારત આસિયાન દેશોના માનવ સંસાધન માટે રૂપિયા 300 કરોડ ફાળવશે

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, આસિયાન દેશો માટે રૂ. 300 કરોડનું બજેટ રખાયું છે. આસિયાન દેશો માટે ભારત દ્વારા માનવ સંસાધન વિકાસ માટેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ઈન્ડો-આસિયાન સમિટની 25મી વર્ષગાંઠની યજમાની કરી હતી. તેમાં 10 આસિયાન દેશોના નેતાઓએ હાજરી આપી હતી.

ભારતે એલાન કર્યું હતું કે, તે આસિયાન-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની મજબૂતી માટે કામ કરતું રહેશે.

ભારત સહિત આસિયાન સભ્ય દેશોની કુલ વસતી 1.85 અબજ છે. તે દુનિયાની કુલ વસતીના ચોથા ભાગ બરાબર છે. ભારત અને 10 આસિયન દેશોની કુલ જીડીપી 3.8 ટ્રિલિયન ડોલરથી વધુ છે.

ગયા 17 વર્ષમાં આસિયાન દેશોએ ભારતમાં 70 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. તે ભારતની કુલ એફડીઆઈના 17% છે.

આસિયાનમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાંમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ સભ્ય દેશ છે, જ્યારે ભારત ગેસ્ટ કંટ્રી છે.

કેમ છો...

16 દેશનું સંગઠન, ભારત દુનિયાની સૌથી મોટી ડીલમાં સામેલ થવા નિર્ણય કરી શકે છે

રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી) મુક્ત વેપાર પ્રોત્સાહન આપે છે. આરસીઈપી 16 દેશ વચ્ચે મુક્ત વેપારનો કરાર છે, જેનો હેતુ સભ્ય દેશો વચ્ચે વેપારી સહયોગને સતત વધારવાનો છે. આ 16 દેશમાં 10 આસિયાન સભ્ય છે. આ સમિટમાં ભારત 16 એશિયા પેસિફિક દેશ વચ્ચે દુનિયાની સૌથી મોટી ટ્રેડિંગ ડીલમાં સામેલ થવા પર અસંમત થઈ શકે છે. આ સંગઠનના તમામ દેશની નજર ભારત પર છે.

18 સભ્ય દેશની વસતી દુનિયાની 54 ટકા જેટલી અને કુલ જીડીપી 58 ટકા છે

વડાપ્રધાન મોદી થાઈલેન્ડમાં આયોજિત 14મી ઈસ્ટ એશિયા સમિટમાં પણ ભાગ લેશે. તેનો હેતુ ઈસ્ટ એશિયા કો-ઓપરેશન તેમજ ગ્લોબલ મુદ્દે વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે. આ સમિટમાં સામેલ દેશો દુનિયાની 54% વસતીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેમનો કુલ જીડીપી 58% છે. ઈસ્ટ એશિયા સમિટમાં દસ આસિયન દેશો સિવાય ભારત, ચીન, જાપાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને રશિયા પણ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - we are now working to achieve those goals which were impossible pm modi 063037


from Divya Bhaskar https://ift.tt/34o817n
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here