સંવત 2075ની આસો સુદ અગીયારસથી શરૂ થયેલ દિવાળીનો તહેવાર 2076ની લાભ પાંચમને શુક્રવારે ચોમેર ઉજાસ પાથરતા-પાથરતા સંપન્ન થયો. કાળા ચશ્મા ચશ્મા ઉતારો ફિર દેખો યારો, દુનિયા નઇ અને એ જ પુરાના ચહેરાઓ પર તેજ તેજના પુંજ. અમેરિકન ફેડરલ રિઝર્વે પાછો પા ટકાના પ્રમાણમાં વ્યાજ ઘટાડાનો નિર્ણય લેતા સોનુ પાછુ ઝગમગ્યુ, સેન્સેક્સે રવિવારે દિવાળીના મુહૂર્તના સોદા પછી પણ આગેકૂચ જાળવી રાખી જૂન 2019નો 40308.90નો ઓલ ટાઇમ હાઇ વટાવી નવો 40392.22નો ઓલ ટાઇમ હાઇ એસ્ટાબ્લીશ કર્યો. પણ, ..... એક વાતનો રંજ રહી ગયો, આપણી મુલાકાત આ કોલમ દ્વારા એક પખવાડિયા પછી થઇ અને મારે કવિ મુકુલ ચોક્સીના શબ્દોમાં તમને કહેવુ હતુ
“આપ વિનાનું આખું વરસ ખાલી ખડખડ પાંચમ છે,
આપ મળો બસ પાંચ મિનિટ તો એ સાચી લાભ પાંચમ છે”.
આખું 2075 મારા લેખ વાંચ્યા વગર ભલે તમે કાઢ્યું હોય, આ લેખ માટે પાંચ મિનિટ ફાળવી માત્ર હેડલાઇન્સ પણ વાંચશો તો એ મારા માટે લાભ પાંચમ જ છે. સૌથી પહેલો સવાલ સેન્સેક્સે નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો પણ નિફ્ટીએ ન બનાવ્યો, નિફ્ટી ફ્યુચરે ન બનાવ્યો, ક્યાંક બજારની તેજી છેતરામણી તો નથી ને? ના ભાઇ ના, હજૂ તો દિવાળી આવી ગઇ, દેવ દિવાળી તો બાકી છે, થોડી ધીરજ ધરો. ઓલ ટાઇમ હાઇએ બેઠેલો બીએસઇનો આઇપીઓ આંક અને છેલ્લે છેલ્લે આવેલો આઇઆરસીટીસી સ્પષ્ટ સંદેશ આપે છે કે અરજી કરવી હોય કે લાગી હોય તે કંપનીઓનો ઇનડેપ્થ અભ્યાસ કરીને પછી જ શેર વેચવા જોઇએ. આઇઆરસીટીસીના બે જ મુદ્દા મોનોપોલી સેવા ક્ષેત્ર અને બ્રાન્ડનેમ, હજૂ પડ્યા હોય તો લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં રિઝર્વેશન કરાવી રાખજો. તા. 13મી નવેમ્બરે યોજાનાર બોર્ડ મિટીંગમાં કેવુ ક્વાર્ટર્લી પરફોર્મન્સ આવે છે તેના પર પણ નજર રાખજો. બીએસઇના ક્વોલિટી ઇન્ડેક્ષે પણ તેની 136 ટ્રેડીંગ સેશનની સફરનો ઊચ્ચતમ આંક લાભ પાંચમના દિવસે બતાવ્યો છે, એના ઘટક શેરો પર પણ ધ્યાન આપજો.
કનુ જે દવે માર્કેટ ઇકોનોમિ
ઓલ ટાઇમ હાઇવાળા આ શેરોમાં ચળકાટ...
ગાર્ડન રીચ શીપબિલ્ડીંગ: 10-10-18ના રોજ લીસ્ટીંગ દિવસની રેન્જ રૂ.95.35-109.50, તે પછી 26-10-18ના રોજ રૂ.77નો લો ભાવ અને આ લાભ પાંચમે 01-11-19ના રોજ રૂ. 244 થઇ 232.40ના સ્તરે બંધ. 200 દિવસની એવરેજ 131.56, 100 દિવસીય એવરેજ 142.54, 50 દિવસની 160.58, 25 દિવસની 181.99 અને 8 દિવસની 202.81ના સ્તરે છે. આ સ્તરોને અગત્યના લેવલ્સ ગણીને કામકાજ કરવું.
એમએસટીસીએ શુક્રવારે રૂ.121.45નો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. રૂ.70થી રૂ.110ની રેન્જમાં ઉપસેલ એસેન્ડીંગ ટ્રાયેંગલનું ચાર્ટચિત્ર બીજા રૂ.40-50ના જમ્પની સંભાવના દર્શાવે છે. રૂ. 100નો સ્ટોપલોસ રાખી રોકાણ કરો તો રિસ્ક રિવોર્ડ 10ના નુક્શાને 40નો લાભ દર્શાવે છે!
સ્પંદન સ્ફૂર્તિ: 50 દિવસનો રૂ.1211.50નો હાઇ દેખાડી રૂ.1117.40 બંધ આપ્યુ છે. 50 દિવસીય એવરેજ 947ના સ્તરે છે, એને સ્ટોપલોસ ગણીને ચાલવું.
ડીમાર્ટ: ગુરૂવારે 2010નો ઓલ ટાઇમ હાઇ રૂ.2010 નોંધાયો છે. 295 દિવસની ટ્રેડીંગ હિસ્ટ્રી ધરાવતો આ શેર લીસ્ટીંગ પછી ઘટી રૂ.1125 થઇ રૂ.1698 સુધી ગયા બાદ 180 દિવસ રૂ.500ની રેન્જમાં ધુંટાયા બાદ બ્રેકઆઉટ આપીને અડીખમ છે તે જોતાં રૂ.2200 વટાવી શકે છે.
આઇસીઆઇસીઆઇ પ્રુડ.: રૂ. 522.75ના ઓલ ટાઇમ હાઇ ભાવે શેર લીસ્ટીંગ પછીના રૂ. 509ના હાઇને વટાવીને લાભ પાંચમે જ બહાર નિકળ્યો છે. કાયમી પોર્ટફોલિયોમાં સ્થાન આપવા આ શેરના ભાવ પર નજર રાખતા રહેવું.
પિરામિડ SIP યાદ રાખજો
(1)HUL, (2)આઇસીઆઇસીઆઇ બેન્ક, (3)ઇન્ફોસીસ,(4) લાર્સન,(5)રિલાયન્સ, (6)એસબીઆઇ અને (7) ટીસીએસ આ સાત જાતોમાં પિરામિડ એસઆઇપી કરવાની સલાહ 2018ની દિવાળીના મુહૂર્ત ટ્રેડીંગમાં આપી હતી અને આ વર્ષથી તેમાં (8) એચડીએફસી, (9) એચડીએફસી બેન્ક, (10) કોટક મહીન્દ્ર બેન્ક અને (11) મારુતિમાં પણ એ જ પ્રમાણે 7-7 શેરથી શરૂઆત કરી દિવાળીથી મૂરત કરવાનું દિવાળી 2019માં જણાવ્યુ હતુ. સ્ટીક ટૂ ધીસ ઇલેવન ફોર યોર લોંગ ટર્મ ફોર્ટફોલિયો... ઓલ ધ બેસ્ટ!
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WDCJGU
via IFTTT
Post Top Ad
Saturday, November 2, 2019
લાભપાંચમથી સાચા લાભ સવાયા,સેન્સેક્સ ફળ્યો-દેવદિવાળીએ નિફ્ટી ફળશે
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment