
જ્યારે કૃપાલી હવે નવા દેશ ઈટાલીમાં દાદા-દાદી સાથેના સંયુક્ત કુટુંબમાં હુંફ મેળવશે. ઈટાલીમાં પણ કૃપાલીનું નામ નહી બદલાય. નિઝામપુરા સ્થિત સ્પેશ્યલાઈઝડ અેડોપ્શન અેજન્સી સ્થિત શનિવારે સવારે 11 વાગે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અેંરિકો વેંતુરાઅે જણાવ્યું હતું કે, અમારો સંયુક્ત પરિવાર ઈટાલીના સોનડ્રીયો જિલ્લાના તાલામોના ખાતે રહીઅે છીઅે.
મારા પરિવારમાં હું,મારી પત્ની કાટીઆ મેંઘીનો અને મારા માતા-પિતા સામેલ છે. હું કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં કાર્યરત છું,જ્યારે મારી પત્નિ પ્રોફેશનલ હેર સ્ટાઈલીસ્ટ છે. અમારે સંતાન ન હોવાથી અમે દત્તક બાળક લેવા ઈચ્છતા હતા. ભારત સરકારની કારા સંસ્થા દ્વારા દત્તક પ્રક્રિયા પૂર્ણ કરી હતી જેમાં અમને વડોદરાની કૃપાલી ગમી ગઈ હતી.
બે બાળકોને ઈટલીના દંપતીઅે દત્તક લીધા
 વડોદરામાં વર્ષ 2017-18માં ઈટલીના દંપતીને અેક બાળકને દત્તક લીધું હતું. જ્યારે નવેમ્બર 2019માં ઈટલીના દંપતીઅે કૃપાલીને દત્તક લીધી છે. આમ વડોદરામાંથી બે બાળકોને ઈટલીના પરિવારોઅે દત્તક લીધા છે.

સરકારના ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવી પડે
ભારત સરકારનું cara નામનું ઓનલાઇન પોર્ટલ છે.જે પરિવારો દત્તક સંતાન ઝંખતા હોય તે પરિવારોને કાયદેસર રીતે બાળકો દત્તક આપે છે. આ પોર્ટલની મદદથી વિદેશમાં તેમજ દેશમાં રહેતા પરિવાર બાળક દત્તક લેવા માટેની અરજી કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32c8Pe4
via IFTTT
No comments:
Post a Comment