સ્પોર્ટ્સ ડેસ્ક: ગુરુવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશે ભારત સામે બીજી અને પેનલ્ટીમેટT-20 આઠ વિકેટે ગુમાવી હતી. મેચ પછી બાંગ્લાદેશના કપ્તાન મહમ્મદુલ્લાહે કહ્યું હતું કે, મિડલ ઓવર્સમાં વિકેટ ગુમાવવાના કારણે અમે મેચ હાર્યા હતા. યજમાન ટીમે ટોસ જીતીને બાંગ્લા ટાઇગર્સને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લેમાં વિના વિકેટે 54 રન કર્યા પછી બાંગ્લાદેશની ટીમ મિડલ ઓવર્સમાં ભારતીય સ્પિન સામે ઝઝૂમી હતી અને તેના લીધે તેમને મેચ ગુમાવવી પડી હતી. ભારતે કપ્તાન રોહિત શર્માના 43 બોલમાં 85 રન થકી 15.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
મહમ્મદુલ્લાહે કહ્યું કે, પિચ બેટિંગ માટે સારી હતી અને બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. જોકે ઓવર નંબર 12થી 14 દરમિયાન અમારી 2-3 વિકેટ ફટાફટ પડી ગઈ હતી. અંતિમ ઓવર્સમાં કોઈ સેટ બેટ્સમેન ક્રિઝ ઉપર ઉભો ન હોવાથી અમે મેચ હાર્યા હતા. આ ભૂલ અમને ભારે પડી હતી.
બાંગ્લાદેશી ઓલરાઉન્ડરે વધુ ઉમેરતા કહ્યું કે, "ઓપનર્સે અમને બહુ સારી શરૂઆત અપાવી હતી. આ 180+ સ્કોરની વિકેટ હતી. સૌમ્ય સરકાર આઉટ થયો તેના પછી ક્રિઝ ઉપર બે નવા બેટ્સમેન હતા, તેમણે સમય લીધો હતો અને અમે મેચમાં પાછળ રહી ગયા હતા. જો અમે 175+ કર્યા હોત તો ફાઇટ આપી હોત. મને નથી લાગતું કે અંતિમ ટી-20માં અમારે વધુ ફેરફાર કરવાની જરૂર છે. બેટિંગમાં વધુ સારો દેખાવ કરવો અગત્યનો છે. અમે આ મેચમાંથી શીખ્યા તેમ લય જાળવી રાખવા પર ધ્યાન આપીશું." બંને ટીમ રવિવારે અંતિમ T-20માં નાગપુર ખાતે ટકરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WTzEmk
via IFTTT
No comments:
Post a Comment